તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે રજૂઆત કરાઇ

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1881માં ખુલ્લો મુકાયેલ ગોલ્ડન બ્રીજ કરોડરજ્જુ સમાન

નર્મદા નદી ઉપર નિર્માણ પામી રહેલા નર્મદા મૈયા બ્રીજ પૂર્ણતાને આરે છે અને ટૂંક જ સમયમાં તેનું લોકાર્પણ થવા જઈ રહ્યુ છે. ભરૂચ સીટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા ગોલ્ડન બ્રિજને સમાંતર નવો બ્રીજ બને તે માટે વર્ષ ૨૦૧૧ થી રજુઆતો કરવામાં આવતી હતી પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ જયારે માર્ગ અને મકાન વિભાગના મંત્રી હતા ત્યારથી આ બ્રીજ બનાવવા અંગેની માંગ કરવામાં આવી હતી અને ત્યાર બાદ સ્થાનિક નેતા ની સહાયથી આ સ્વપ્ન સાકાર થયું છે અને ટૂંક જ સમયમાં તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે જે ખરેખર આનંદની બાબત છે.

હાલ ભરૂચ તેમજ અંકલેશ્વર વચ્ચે 1881 માં ખુલ્લો મુકાયેલ ગોલ્ડન બ્રીજ કરોડરજ્જુ સમાન છે. અને સતત 140 વર્ષથી તે સેવા આપી રહ્યો છે.નર્મદા મૈયા બ્રીજનું લોકાર્પણ થાય ત્યાર બાદ ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે તેવી રજૂઆત ભરૂચ સીટીઝન કાઉન્સીલ દ્વારા કરવામાં આવી છે.

ભરૂચમાં અનેક હેરિટેજ સ્થળો આવેલા છે ત્યારે તેમાં વધુ એક મોરપીંછ ઉમેરાશે. ગોલ્ડન બ્રીજ પરથી વાહન ની આવન જાવન બંધ કરી તેને વોકિંગ બ્રીજ તરીકે જાહેર કર્યા જેથી ભરૂચ તેમજ અંકલેશ્વર ની જનતા તેનો મહત્તમ ઉપયોગ મોર્નિંગ વોક માટે કરી શકે.ઉપરાંત આ બ્રીજ ઉપર બન્ને તરફ સલામતી માટે રેલીંગ પણ ઉભી કરાય જેથી અકસ્માત ન સર્જાય. આ ઉપરાંત બ્રિજની બન્ને તરફ વાહનોના પાર્કિંગ માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી રજૂઆત ભરૂચ સીટીઝન કાઉન્સીલ દ્વારા કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...