તળાવની બાબતે ફરી વિવાદ:હાંસોટમાં મત્સ્ય તળાવનું ભૂત ફરી ધુણ્યું

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા વર્ષ 2019માં બાલોટા ગામે 31 પ્લોટની ફાળવણીના હુકમને લઇ વિવાદ સર્જાયો

હાંસોટ તાલુકામાં મત્સ્ય ઉદ્યોગ ના તળાવ ની ફાળવણી તથા રદ થયેલ પ્લોટોમાં કાર્યરત તળાવ ની બાબતે ફરી વિવાદ ઉભો થવા પામ્યો છે ભૂતકાળ માં ૨૦૧૫ ની સાલ માં આજ મુદ્દે તાલુકાના મુખ્ય મથક હાંસોટ ખાતે રમખાણો ફાટી નીકળેલ જેમાં ત્રણ નિર્દોષ યુવાનોના મોત નિપજ્યા હતા ત્યારબાદ આશરે ત્રણસો જેટલા ગેરકાયદે મત્સ્ય તળાવ સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવ્યા હતાં. જેની શાહી હજી સુકાઈ નથી ત્યાં નવો વિવાદ કોઈ મોટી દુર્ઘટના લઈ આવે તો નવાઈ નહીં.

હાંસોટ તાલુકામાં મુખ્યત્વે અંભેટા, વાંસનોલી, કતપોર, વમલેશ્વર, કંટીયાજાળ ગામોમાં મોટા પાયે ફરી ગેરકાયદેસર મત્સ્ય ઉદ્યોગ તળાવો ધમધમતા થયા છે ત્યારે તાલુકાના બાલોટા ગામે સરકાર દ્વારા તા. 31/01/2019 ના રોજ સર્વે નંબર 973 માં 31 પ્લોટ ની ફાળવણી નો હુકમ કરેલ હતો તેમાંથી બાલોટા ગામના (1) ચેતન દત્તુ ભાઈ પટેલ અને (2) પીનલ ઠાકોર ભાઈ પટેલ ના ઓ ને પ્લોટ નંબર 6 અને 8 ને વૈમનસ્ય રાખી પ્લોટ ફાળવવામાં આવેલ નથી બાકી અરજદારો ને મત્સ્ય ઉદ્યોગ ના પ્લોટ ફાળવેલ હતાં.

ત્યારબાદ તા 02/07/2021 ના રોજ CRZ તથા તમામ પ્લોટો ને રદ કરવામાં આવ્યા છે. છતાં પણ હાલમાં તમામ તળાવો ધમધમી રહ્યા છે CRZ અને બફર ઝોન ના બહાના હેઠળ રદ કરાયા તો અત્રે નોંધનીય બાબત એ છે કે ઉપરોક્ત પ્લોટો CRZ તથા બફર ઝોન હેઠળ આવતા હતા તો કયા અધારે જવાબદાર અધિકારીએ પહેલા મંજૂરી આપી હતી તે શંકા ઉપજાવે તેવી બાબત છે.

ત્યારે આ નિર્ણય ના ભોગ બનેલ બંને અરજદારો (1)ચેતન દત્તુ ભાઇ પટેલ (2)પીનલ ઠાકોર પટેલ રહેવાસી બાલોટા તા. હાંસોટ દ્વારા પોતાને અન્યાય બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે. અને બાલોટા માં કોની રહેમ નજર હેઠળ તળાવો ચાલી રહ્યા છે ? જો તે અંગે તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચારી અધિકારી ઓ પણ સકંજામાં આવી શકે છે અને બાલોટા ઉપરાંત તાલુકાની તમામ મત્સ્ય ઉદ્યોગ તળાવોની કાયદેસરતા નક્કી કરવા માટે અરજદાર ચેતન પટેલ અને પીનલ પટેલ એ માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...