તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાગબાન:અંકલેશ્વરમાં સવા વર્ષ બાદ બાગ બગીચા ખુલશે

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાગમાં સવારે જોગિંગ, સાંજે બાળકો માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત

અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં છેલ્લા સવા વર્ષ બાદ બાગ બગીચા ખુલશે. શહેર ના 5 બાગ સવારે 6 થી 8:30 વાગ્યા સુધી અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી મંગળવાર ના રોજ થી પ્રારંભ કરાયો છે. પુનઃ બાગ- બગીચા શરૂ થતા સવારે મોર્નિંગ વોકર તેમજ સાંજે બાળકો માટે હવે બાગ કોરોના ગાઈડલાઈન ના પાલન સાથે ચાલુ કરશે.

કોરોના મહામારી ને લઇ ગત વર્ષે 21 મી માર્ચ થી અંકલેશ્વર શહેર માં આવેલા 5 જેટલા બાગ બગીચા બંધ થઈ ગયા હતા. છેલ્લા સવા વર્ષ ઉપરાંત થી અંકલેશ્વર શહેરના જવાહર બાગ, સિનિયર સીટીઝન બાગ, પરસોત્તમ બાગ, ફિલ્ટર પ્લાન્ટ બાજુનો બાગ, અને આદર્શ સોસાયટી સામે નો બાગ બંધ હતો જે હવે કોરોના મહામારીની અસર ઓછી થતાં જિલ્લા કલેકટર ના નવા પરિપત્ર આધારે 15મી જૂન મંગળવાર ના રોજ સવારે 6 થી સવાર ના 8:30 કલાક દરમિયાન અને સાંજે 4 કલાક થી 7 કલાક દરમિયાન બાગો ખુલ્લા રહેશે કોરોના ની ગાઈડ લાઇન ના પાલન સાથે બગીચા માં પ્રવેશતા પહેલા ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે, અન્યથા પ્રવેશ આપવામાં આવશે નહીં.

તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ પાલન કરવાનું રહેશે. બને પાલન કરવાનું રહેશે. જે અનુલક્ષી પાલિકા ઇન્ચાર્જ બાગ અધિકારી રઘુવીર સિંહ મહિડા દ્વારા બાગ ખાતે સફાઈ તેમજ જરૂરી તકેદારી પગલાં લઇ બાગ શરૂ કર્યા હતા. વહેલી સવારે બાગ શરૂ થતા મોર્નીગ વોકર પણ હાજર રહ્યા પુનઃ બાગ માં વોક તેમજ કસરત ના સાધનો નો ઉપયોગ કરી અંગ કસરત નો લહાવો લીધો હતો તો સાંજે પણ ધીમે ધીમે લોકો જાણ થતા બાગ માં આવતા નજરે પડ્યા હતા. સવા વર્ષ બાદ બાગ બગીચા શરુ થતા અંતે નગરજનો એ પણ રાહત અનુભવી હતી. તેમજ કોરોના મહામારી વચ્ચે મુક્તિ ની મજા માળી હતી.

અન્ય સમાચારો પણ છે...