તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમય વધારવા માંગ:બાગ-બગીચા રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ગાઈડ લાઈન છતાં 7 વાગતા બંધ

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરમાં જાગૃત નાગરિકોએ બગીચા 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે રજૂઆત કરી

રાજ્ય સરકાર દ્વારા નવી એસઓપીમાં રાત્રીના નવ વાગ્યા સુધી બાગ બગીચા ખુલ્લા રાખવા જાહેરનામું બહાર પડાયું છે. જો કે અંકલેશ્વરમાં પાલિકા દ્વારા શહેરના પાંચ બાગો સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન ખુલ્લા રખાઇ રહ્યા છે. જેને લઇ જાગૃત નાગરિકો દ્વારા જાહેર બાગ બગીચા સરકારી એસઓપી મુજબ કોરોનાની ગાઈડ લાઇનના પાલન સાથે રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લું રખાય તેવી માંગ કરાઇ છે.

જે અંગે અંકલેશ્વર પાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું કે શહેરીજનોના આરોગ્યને ધ્યાને લઈ પાલિકા દ્વારા સમય મર્યાદા ઓછી રાખી છે. ખાસ કરીને કોરોનાની ત્રીજી લહેરનો લઇ તંત્ર આરોગ્ય સહીતની તૈયારી કરી રહ્યા છે. જિલ્લા મંત્રી દ્વારા ત્રીજી લહેર અનુલક્ષીને બેઠક પણ યોજી સ્થિતિ પર નજર રાખી નિર્ણય કરાશે. 5 દિવસથી અંકલેશ્વરમાં એકપણ કેસ નોંધાયો નથી.જો આગામી 10 દિવસ સુધી આ સ્થિતિ રહેશે તો આપણે સમય મર્યાદા વધારવા વિચારીશું પણ હાલ તો કોરોનાની ત્રીજી લહેરને લઇ આપણે સમય સુચકતાના ભાગરૂપે આ નિર્ણય જારી રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...