આયોજન:સાતમાં તબક્કાનો ચોથો સેવાસેતુ કાર્યક્રમ કાંટા સાયણ ખાતે યોજાયો

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું

હાંસોટ ખાતે સાતમાં તબક્કા નો ચોથો સેવા સેતુ કાર્યક્રમ કાંટા સાયણ ખાતે યોજાયો હતો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા માં આયોજન કરવામાં આવ્યું હતું. સાત ગામ કલસ્ટર અંભેટા, પારડી, વાસનોંલી, બરોડારા, દંત્રાઇ, અલવા અને કાંટા સાયણ ગ્રામજનો લાભ લીધો હતો.

ગામડા ના લોકોને આવક, જાતિ, વિધવા સહાય વિગેરે સરકારી પ્રમાણપત્ર ઘર આંગણે સહેલાઈથી મળી રહે અને ગામના લોકોને સરકારી કચેરીના ધક્કા ન ખાવા પડે તે હેતુસર આજ રોજ કાંટા સાયણ મુકામે સાત ગામ કલસ્ટર અંભેટા, પારડી, વાસનોંલી, બરોડારા, દંત્રાઇ, અલવા અને કાંટા સાયણ ખાતે ધારાસભ્ય ઇશ્વરસિંહ ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

હાંસોટ તાલુકાના સુણાવ ગામના ખેડૂત ધર્મેશ પટેલ દ્વારા ગાય ના મળ મૂત્ર માંથી બનતી ઓર્ગેનિક સજીવ ખેતી વિશે માહિતી આપી ઓર્ગેનિક ખેતીમાંથી બનાવેલી શાકભાજી નાં સેમ્પલ મુકવામાં આવ્યા હતા દરમિયાન ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલ સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે ની રાજય સરકારની વિવિધ યોજનાઓ તથા ખેતી વિષયક સરકાર દ્વારા મળતા લાભો ની વિસ્તૃત જાણકારી આપી ઓર્ગેનિક ખેતી દ્વારા બનાવવામાં આવેલા શાકભાજી નું નિરીક્ષણ કરી જરૂરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયર. નાયબ મામલતદાર ધનેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ગેમલ સિંહ પટેલ, હાંસોટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, જિલ્લા મહામંત્રી વિનોદભાઇ પટેલ તથા અધિકારીઓ, પદાધિકારીઓ તથા સાત ગામ કલસ્ટર ના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...