તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં કોવેકસીનનું પ્રોડક્શન શરૂ:અંકલેશ્વરમાં બનેલી કો-વેક્સિનની પ્રથમ બેચ રવિવારે આરોગ્ય મંત્રી ગુજરાતમાં રિલીઝ કરશે

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર એશિયાનું નંબર 1 કો-વેક્સિનનું હબ, વર્ષે 20 કરોડ ડોઝનું ઉત્પાદન શરૂ
  • વિશ્વમાં ચિરોન બેહરિંગ હડકવાની રસી પર બ્રેક લગાવી કો-વેક્સિिનનું ઉત્પાદન શરૂ કર્યું હતું

એશિયાની નંબર-1 ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેકસીનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને તેની સંભવત પ્રથમ બેચને રિલીઝ કરવા રવિવારે કેન્દ્રીય આરોગ્ય, ફર્ટિલાઈઝર અને કેમિકલ મંત્રી મનસુખ માંડવીયા મુલાકાતે આવી રહ્યા છે.

ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર JMD સૂચિત્રા એલ્લાએ એપ્રિલ-મે મહિનામાં જ ટ્વીટર ઉપર આ જાણકારી આપી હતી. ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અંકલેશ્વરની ચિરોન બેહરિંગ હડકવાની રસી માટે વિશ્વભરમાં જાણીતી છે તેના પર બ્રેક લગાવી વર્ષે 20 કરોડ ડોઝ કોવેકસીનનું ઉત્પાદન કરાશે.

કોરોના મહામારીના કારણે લાખો લોકો સંક્રમિત થયા છે અને સેંકડોએ જાનથી હાથ ધોયા છે. હાલના સમયમાં કોરોનની કોઈ દવા શોધાઈ નથી ત્યારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સીન કોરોના સામેની લડતમાં મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યા છે.

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવીશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન હાલમાં અપાઈ રહી છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે ત્યારે ઉત્પાદન વધારવા ઉપર ભાર અપાઈ રહ્યો છે. અંકલેશ્વર સ્થિત કંપનીની સબ્સિડરી Chiron Behring Vaccines Pvt. Ltd. માં કોવેક્સિનનું ઉત્પાદન જુલાઈથી શરૂ કરાયું હતું. ઓગસ્ટના પેહલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જયારે કંપનીમાં બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ ત્યારબાદ શરૂ કરી હતી.

ભારત બાયોટેક દ્વારા હૈદરાબાદ અને બેંગાલુરુમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરુ કરાયું છે. અંકલેશ્વર સ્થિત સબ્સિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 20 કરોડ ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. યુનિટ તેના રેબિસ વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. ભારત બાયોટેકે અત્યાર સુધી વેકસીનના 5 અબજ ડોઝ વિશ્વને આપ્યા છે. કંપની 145 ગ્લોબલ પેટન્ટ ધરાવે છે. WHO માન્યતા 16 વેકસીન, 4 બાયો થેરાપ્યુટીકસની 123 દેશોમાં નોંધણી છે.

આજે 50 લાખ કે તેથી વધુ કોવેક્સિનના ડોઝ રિલીઝ કરાય તેવી અટકળો
આજે રવિવારે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અંકલેશ્વર બાયોટેક કંપનીની સબસિડરી કંપનીની મુલાકાતે આવી રહ્યાં છે. પ્લાન્ટની મુલાકાત સાથે મંત્રી કોવેકસીનની પ્રથમ બેચ રિલીઝ કરે તેવી પણ શકયતા છે. વાર્ષિક 20 કરોડ ડોઝની ક્ષમતા ધરાવતા અંકલેશ્વર પ્લાન્ટમાં પ્રથમ બેચમાં 50 લાખ કે તેથી વધુ કોવેકસીનના ડોઝ રિલીઝ કરાઇ તેવી અટકળો હાલ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...