તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બાંગ્લાદેશીઓએ કરેલી હત્યામાં મૃતકની ઓળખ થતાં પુત્રીને પિતાનો મૃતદેહ સોંપાયો

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમદાવાદના ચંડોળા ખાતે રહેતો મૂળ બાંગ્લાદેશી અકબર રૂપિયા પડાવતા હતો

અંકલેશ્વરમાં ટ્રાવેલ બેગ મર્ડર મિસ્ટ્રીના તાર બાંગ્લાદેશ સાથે નીકળ્યા છે. અંકલેશ્વર શહેર અને એલસીબી પોલીસે રીક્ષાના નંબરના આધારે ગુનાની તલસ્પર્શી તપાસ કરી ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રથમ બે બેગમાં હાથ અને પગ મળ્યા બાદ મોડી રાત્રે ધડ મળ્યું હતું. પરંતુ માથું ન મળતા મૃતક ની ઓળખ કરવી મુશ્કેલ હતી. પોલીસ રીક્ષાના નંબર આધારે આરોપીના ઘર સુધી પહોંચી હતી. જ્યાં હત્યા થઈ સ્થળ પર પહોંચી પોલીસે એક મહિલા સહિત 2 બાંગ્લા દેશી અને રીક્ષા ચાલાક ને ઝડપી પાડી ગુના નો પડદો ઉચક્યો હતો.

જેમાં મૃતક ઈસમ અકબર અનવર શેખ હાલ અમદાવાદ ચંડોળા નો રહીશ હોવાનું બહાર આવ્યું હતું અને તે રાજ્ય માં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઓ ની વિગતો મેળવી તેમણે પોલીસ ના બાતમીદાર હોવાની ધમકી આપી રૂપિયા પડાવતો હતો અને ડિપોર્ટ કરવાની ધમકી આપતો હતો. વારંવાર સારંગપુરના પર પ્રાંતીય વિસ્તારમાં મંગલદીપ સોસાયટી રહેતા લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા, મુફીસ મોહંમદ મુલ્લા, અજોમ સમસુ શેખ બ્લેક મેલ કરી રૂપિયા પડાવતા તેનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરી ઠંડા કલેજે અકબર શેખની હત્યા કરી ઘાતકી પાને તેના અંગો કાપી અલગ અલગ ટ્રાવેલ બેગ માં નિકાલ કર્યો હતો.

આરોપી પકડાયા બાદ તેવો જ્યાં રહેતા હતા ત્યાં નજીક રેલ્વે ટ્રેક પાસે થી અકબર શેખ નું માથું પણ મળી આવ્યું હતું. આ અંગે મૃતક અકબર શેખ ની પુત્રી ગત રોજ અંકલેશ્વર આવતા તેના પિતાની ઓળખ કરી મૃતદેહ અમદાવાદ લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...