ફરિયાદ:ક્રિકેટ રમવા મુદ્દે પુત્રનું ઉપરાણું લઇ પિતાએ સગીરને માર માર્યો

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોસમડી સાઈ વાટિકા સોસાયટી પાસે બનેલો બનાવ
  • ગળું દબાવી કાનમાં મારતા કાનનો પડદો ફાડી નાખ્યો

અંકલેશ્વર તાલુકાના કોસમડી ખાતે આવેલ આત્મીય વિલા સોસાયટી ખાતે રહેતા વિભા બેન પરમાર ન પુત્ર ક્રીશીવ મિત્રો જોડે સોસાયટીમાં ક્રિકેટ રમી રહ્યા હતા તે દરમિયાન સરગમ સોસાયટી માં રહેતા હર્ષિત પાઠક નામના છોકરા ની સોસાયટી માં ગયો હતો. હર્ષિત આવી ક્રીશીવ ને ગમે તેમ ગાળો બોલ્યો હતો. હર્ષિત ને ક્રીશીવ એ લાફો માર્યો હતો.

જે બાદ તમામ ધરે પરત આવી રહ્યા હતા તે દરમિયાન હર્ષિત માર મારવાનું ઉપરાણું લઇ તેના પિતા પ્રમોદ પાઠક 2 અજાણ્યા ઈસમો 2 ફોર વહીલ ગાડી લઇ ક્રીશીવ પાછળ આવ્યા હતા અને સાંઈ વાટિકા સોસાયટી પાસે ક્રીશીવને રોક્યો હતો અને અજણ્યા ઈસમો પકડી રાખી ક્રીશીવ ને પ્રમોદ પાઠકે એ ગળું દબાવી કાન ના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.

અને જાતિ વિષયક ગાળો બોલી ફરાર થઇ ગયા હતા જે અંગે ક્રીશીવ એ ધરે તેની માતા ને વાત કરતા વિભાબેન પરમાર ક્રીશીવ પ્રથમ જયાબહેન મોદી હોસ્પિટલ અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...