તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પરિવાર મહારાષ્ટ્રના વતનમાં ગયો અને તસ્કરો ચોરી કરી ગયા

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરની વ્રજભૂમિ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

અંકલેશ્વર શહેરન વજ્રભૂમિ સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાન માલિક નંદુરબાર ગયા અને તસ્કરો મકાનને નિશાન બનાવ્યું હતું. 12 હજાર રોકડા અને 5-5 ગ્રામની 4 સોનાની વીંટી સહીત દાગીના ચોરી ફરાર થઇ ગયા હતા. શહેર પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.  

રૂ.2 હજાર રોકડા અને 5-5 ગ્રામની 4 સોનાની વીંટીની ચોરી થઈ 
બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર શહેરની હાંસોટ રોડ પર વજ્રભૂમિ સોસાયટીમાં રહેતા ભરત જાદવ ગત રોજ પોતાના પરિવાર સાથે પોતાના વતન નંદુરબાર ગયા હતા તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં પ્રવેશી અંદર રહેલ તિજોરી માંથી સોના- દાગીના તેમજ રોકડ રૂપિયા 12 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે પાડોશીઓએ ભરતભાઈ જાદવને જાણ કરતા તેવો ત્વરિત અસર થી અંકલેશ્વર દોડી આવ્યા હતા તેમજ શહેર પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ભરતભાઈ જાદવની ફરિયાદ આધારે તપાસ આરંભી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો