તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પરિવાર બ્રિજ જોવા નીકળ્યાે ને પુત્રને મોત મળ્યું

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને લઇ બાઇક પર જતાં પિતાએ ગડખોલ બ્રીજ તરફના વળાંકમાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત

અંકલેશ્વરમાં પિતા જોડે પુત્ર અને પુત્રી પિતા જોડે પુત્ર અને પુત્રી ગડખોલ પાટિયા ટી-બ્રિજ જોવા નીકળ્યા અને પુત્રને મોત મળ્યું હોવાની અરેરાટીભરી ઘટના સામે આવી છે. સુરવાડી ગામ પાસે બ્રિજ ના વળાંક પર બાઈક પર પિતા કાબુ ગુમાવતા ઘટના બની હતી. 3 વર્ષીય પુત્રી ઉછળીને બ્રિજ પર પટકાઇ હતી. જયારે 8 માસનું બાળક ઉછળીને બ્રિજની 30 ફૂટ કરતા વધુ હાઇટ પર થી નીચે પટકાયો હતો.પિતા ગંભીર ઇજા જયારે 3 વર્ષીય બાળકી ને સામાન્ય ઇજા હતી. બનાવ શહેર પોલીસે બાળકોના પિતા સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અંકલેશ્વર નવ નિર્મિત ગડખોલ ફાટક ટી બ્રિજ પર રાત્રીના નવ વાગ્યા ના અરસા માં સર્જાયેલા અકસ્માતમાં 8 માસના બાળકનો ભોગ લીધો હતો. અંકલેશ્વર શહેર ના તાડફળીયા ખાતે રહેતા અનીસુદ્દીન ઝહીરરુદ્દીન શેખ પોતાની 3 વર્ષીય પુત્રી આયીશા અને 8 માસ ના પુત્ર અનસ શેખને લઇ 11 ગત 17મી જૂન ના રોજ લોકાર્પણ થયેલા ટી બ્રિજ મોટર બાઈક પર જોવા નીકળ્યા હતા. બ્રિજ પર અંકલેશ્વર તરફ ના બોરભાઠા ગામ ના એપ્રોચ રોડ પર ચઢ્યા બાદ ગાડી બ્રિજ પર સુરવાડી ગામ પાસે ના વળાંક થી રેલવે તરફ વળાંક વળતી વેળા અનુસુદ્દીન શેખ એ સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ગાડી બ્રિજ ના ડિવાઈડર જોડે ભટકાઈ હતી અને અને ગાડી ઢસડાઈ હતી તે દરમિયાન 3 વર્ષીય આયીશા રોડ પર ઉછળી ને પટકાઇ હતી તો 8 માસ ના અનસ હાથ માંથી છૂટી ને બ્રિજ પર થી અંદાજે 30 ફૂટ કરતા વધુ નીચે પટકાયો હતો.

તેને ગંભીર ઈજા પહોંચી હતી.પિતા અને પુત્રી આયિશાને લોકો ઉભી કરી હતી તો પિતા કહ્યા અનુસાર પુત્ર પાસે લોકો પહોંચ્યા હતા ઘટના ની જાણ પરિવાર ને થતા પરિવાર પણ તાડફળીયા થી દોડી આવ્યું હતું જ્યાં 8 માસ ના માસુમ અનસ હોસ્પિટલ રીક્ષા માં પહોંચે તે પૂર્વે જ તેનું મોત રસ્તા માં થયું હતું જયારે 3 વર્ષીય આયીશા નાની મોટી ઇજા પહોંચી હતી જ્યારે અનીસુદ્દીન શેખ ને ગંભીર ઇજા સાથે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ઘટના અંગે મૃતક અનસ ના કાકા સલેમ મુદ્દીન શેખ એ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બાઈક ચલાવનાર પિતા અનીસુદ્દીન શેખ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. ઘટના ના પગલે શેખ પરિવાર શોક માં ગરક થઇ ગયો હતો. સવારે બાળક નું પી એમ કરી અંતિમવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...