અંકલેશ્વર ની આધ્યાત્મિક ધરોહર જળકુંડના અસ્તિત્વને બચાવવા માટે ઓએનજીસી આગળ આવી છે. જળકુંડની દેખરેખના અભાવે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાય ગયું છે. અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર મૃત પ્રાયઃ હાલત માં છે. જળકુંડ નામશેષ કરવા ની કરવાની કગાર પર છે. જ્યાં આપણા આધ્યાત્મિક અવશષો નામશેષ થઇ રહ્યા છે. આ ધરોહર ની માવજત કરી જીણોધ્ધાર કરવા માટે પાલિકા દ્વારા અંકલેશ્વર ઓએનજીસીને પત્ર લખ્યો હતો જે બાદ ઓએનજીસીના સિવિલ એન્જિનિયરની ટીમે પાલિકાના પ્રમુખ વિનય વસાવા અને ઈજનેર અલ્કેશ અમદાવાદી સાથે સ્થળ મુલાકાત લીધી હતી.
જળકુંડના વિકાસ અને ડેવલપમેન્ટ અંગેની વિગતો મેળવી હતી. તપોભૂમિ એવા જળકુંડ ખાતે ભગવાન શિવ અને વિષ્ણુ બને વસવાટ કરી રહ્યા છે. જેને લઇ આ વિસ્તાર કૈલાશ ટેકરી તરીકે પણ પ્રચલિત છે. તો અહીં આદિવાસી સમાજ નો દેવપોઢી અગિયારસનો મેળો પણ યોજાઈ છે. રામકુંડનો વિકાસ કરવામાં આવે તો તે ફરીથી પોતાની ઓળખ પ્રાપ્ત કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.