પોલીસ તપાસ:અંકલેશ્વરની ગુજરાત ગ્લાયકોલ કંપનીમાં કામદારને ગેસની અસર, કંપનીમાં ગેસ લાગ્યાં બાદ રૂમ પર આવી બેભાન થઇ ગયો હતો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો : GIDC પોલીસમાં ફરિયાદ

અંકલેશ્વરની ગુજરાત ગ્લાયકોલ કંપનીમાં કામદાર અને ગેસની અસર થઇ હતી. ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટના અંગે જીઆઇડીસી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગુજરાત ગ્લાયકોલ કંપનીમાં ફરજ બજાવતો મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરની માઇક્રોમેક્સ કંપનીના રૂમમાં રહેતો 19 વર્ષીય પુત્ર બીટ્ટુ કુમાર તાંતી ગત તારીખ-14મી એપ્રિલ ના રોજ નોકરી ગયો હતો તે દરમિયાન તેને કામ કરતી વેળા ગેસની અસર થઇ હતી જે બાદ બીજા દિવસે ફરી તેને કંપનીમાં ગેસની અસર થતા તે પોતાના રૂમ પર આવતી બેભાન થઇ ગયો હતો તેને તેના પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...