દુર્ઘટના:રીવર્સ લેવા જતા ચાલકે ટ્રક સુતેલા શ્રમજીવી પર ચઢાવી

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બોઈદરા પાસેની ઘટનામાં શ્રમજીવીનું મોત

અંકલેશ્વર કડકીયા કોલેજ આંબોલી-બોઈદરા રોડ પર શેરડી ભરેલી સુતેલા મજૂર પર ફરી વળતા નિદ્રાધીન મજુર મોતને ભેટ્યો હતો. શહેર પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. બનાવની વિગતો અનુસાર આંબોલી -બોઈદરા ગામ ખાતે ખેતર ધરાવતા નાગજી પાટણવાડીયા કડકીયાથી આંબોલી -બોઈદરા ગામ તરફ જતા માર્ગ પર ખેતર આવેલું છે. જ્યાં શેરડી કટીંગ કરવા માટે 60 વર્ષીય જયંતિ કોટવાલિયા તેમજ સાથી મજૂરો આવ્યા હતા.

જે શેરડી કટીંગ કરી ટ્રકમાં લોડ કરી દીધી હતી જે બાદ જયંતી રોડ નજીક ખેતર પાસે આરામ કરવા હતા દરમિયાન ટ્રક ચાલાક કિશોર ગામીત એ ટ્રક રિવર્સ લેતા પાછળના સુતેલા જયંતિ કોટવાલિયા પર ચઢાવી દેતા ગંભીર ઇજા પહોંચતા જયંતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે મૃતક ના પુત્ર આશિષ એ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલાક કિશોર ગામીત વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. તેમજ મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...