કવાયત:ગાયોને કતલખાને લઇ જતો ટેમ્પોનો ડ્રાઇવર પોલીસને જોઇ ભાગી છૂટ્યો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇવે પર પોલીસની ટીમે ટેમ્પો રોકવાનો પ્રયાસ કર્યો હતો

પાનોલી પોલીસે ગાયો અને વાછરડા ને કતલ કરવાના ઇરાદે ખરોડ ગામ તરફ જઈ રહેલા ટેમ્પાનો પીછો કરીને પકડી પાડ્યો હતો. ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.પોલીસે ટેમ્પોમાંથી 6 ગાય અને 4 વાછરડાને મુક્ત કરાવ્યા હતાં.

ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટીલ પશુઓની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાના ગુનાઓ અટકાવવા સૂચનાઓ આપી હતી.તે અનુસંધાને પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તેમના વિસ્તારમાં હાજર હતાં તે સમયે માહિતી મળી હતી કે, એક સિલ્વર કલરની ટાટા કંપની ટેમ્પો ખરોડ ગામ તરફ જઈ રહયો છે.

બાતમી મુજબનો ટેમ્પો આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ ટેમ્પાના ડ્રાયવરે ટેમ્પો ઉભો ન રાખતાં પોલીસે પીછો કર્યો હતો. ટેમ્પોચાલક ખરોડ ગામમાં બનિયા વગામાં તેનો ટેમ્પો છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેમ્પાના પાછળના ભાગે તપાસ કરતાં અંદર ગાય નંગ 6 તથા વાછરડાઓ નંગ 4 મળી કુલ ગૌવંશ 10 ગેરકાયદેસર ખીચોખીચ ભરી ટુંકા દોરડા વડે હલનચલન ન થઈ શકે તે રીતે પશુઓને બાંધેલા હતાં.

પોલીસને આ પશુઓ ગેરકાયદેસર કતલખાને લઈ જવાના ઇરાદે લઈ જવાતા હોવાનું લાગતા પોલીસે ટેમ્પા ક્રુરતા પૂર્વક બાંધેલા 10 ગૌવંશને મુક્ત કરાવ્યા હતાં. પોલીસે પીકપ ટેમ્પો અને પશુઓ મળી 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાનોલીમાં ઝડપાયેલા પશુઓને કયાંથી ટેમ્પામાં ભરવામાં આવ્યાં હતાં અને કોને આપવાના હતાં તેની વિગતો મેળવવા પોલીસે ફરાર થઇ ગયેલાં ટેમ્પો ડ્રાયવરને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

પશુઓને કતલખાને મોકલવાના બનાવોમાં એકાએક વધારો
ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે તથા આંતરિક રસ્તાઓ પરથી પશુઓનું વહન કરતાં અનેક વાહનો પોલીસ તથા ગૌરક્ષકો દ્વારા ઝડપી પાડવામાં આવતાં હોય છે. કતલખાને મોકલવામાં આવતાં પશુઓને વાહનોમાં ઘાસચારા કે પાણીની સગવડ વિના બાંધી દેવામાં આવે છે. કેટલાય પશુઓ ખોરાક-પાણી વિના વાહનોમાં જ દમ તોડી દેતાં હોય છે. પાનોલી પોલીસે મુકત કરાવેલાં પશુઓને સલામત સ્થળે મોકલી દેવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...