લૂંટ:રેતી ભરેલી ટ્રકના ચાલકને માર મારી લૂંટી લેનાર વધુ 2 ઝડપાયા

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર રેતી ભરેલા હાઇવા ચાલકને ગત 7 મી ઓગસ્ટે મૂળ મધ્યપ્રદેશના જીવણલાલ કેવટ સરથાણા સુરત ખાતે ભાવેશ ટ્રાન્સપોર્ટમાં જઇ રહ્યો છે.

ભાલોદથી રેતી ભરી રાત્રીના પરત આવી રહ્યો હતો.તે દરમિયાન મુલદ ચોકડી પાસે આવતા ટ્રક પર અજય વસાવા નામના ઈસમ ચલાઉ ડમ્પર પર ચઢી ગયો હતો અને જીવણલાલને ગાળો આપી માર માર્યો હતો છતાં જીવણલાલ ટ્રક 1 કીમી ઉભો રહેતા અજય તેમજ મોટરસાઇકલ પર આવેલા અન્ય 6 થી 7 ઈસમોએ તેને માર મારી તેની પાસેના રોકડ રૂપિયા 10500 તેમજ પાકીટમાં રહેલા 7 હજાર રૂપિયા અને મોબાઈલની મળી 28 હજાર રૂપિયા તેમજ અગત્યના આધાર પુરાવા ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

દરમિયાન પોલીસે મુલદ તેમજ માંડવાના 4 લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા. જે બાદ ગત રોજ વધુ 2 લૂંટારુઓને શહેર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે મુલદ ગામના નવીન વસાવા, અને મુકેશ ઉર્ફે બેરો રામુ વસાવાને માહિતી આધારે મુલદથી ઝડપી બંનેના કોવિડ ટેસ્ટ કરાવી રિમાન્ડની તજવીજ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...