ડાયવર્ઝન:દઢાલ ગામ પાસે ડાયવર્ઝનનો રસ્તો ભારે વરસાદમાં ધોવાયો

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરથી ઝઘડિયા જતાં માર્ગ પર હવે વાહન ચાલકોને ફેરાવો

અંકલેશ્વર- ઝઘડિયા અને રાજપીપળા જોડાતા જુના સ્ટેટ હાઇવે પર હાલ દઢાલ બ્રિજ તોડી પાડી નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જ્યાં બે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જેમાં એક નેશનલ હાઇવે નંબર 48 થઇ મુલદ ચોકડી થી ઝઘડિયા અને બીજો દઢાલ થી ઉછાલી વચ્ચે લોકો ની રજુઆતને લઇ અમરાવતી નદી પર નાળા નાખી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે ડાયવર્ઝન માર્ગ પર ગત રાત્રી ના પડેલા ભારે વરસાદ માં પાણી ફરી વળ્યા હતા. રોડ નીચે ના નાળા ઉખાડી નાખી માર્ગ આખો બે ભાગમાં વહેંચાઈ ગયો હતો.

જેને લઇ હવે દઢાલ અને ઉછાલી ગામ નો માર્ગ સંપર્ક કપાઈ ગયો હતો. હવે ઝઘડીયા જવા માટે નેશનલ હાઇવે નંબર 48 પર થઇ મુલદ ચોકડી થી લોકો એ જવું પડશે. તો ઉછાલી, સેંગપુર, નવાગામ કરારવેલ, અવાદર સહીત ના ગામો એ મુલદ ચોકડી અથવા અંતરિયાળ ગામ થઇ વાલિયા ના કોંઢ અથવા વટારીયા થઇ અંકલેશ્વર આવવું પડશે. જેને લઈ ગ્રામજનો ને 10થી 15 કિ મી નો ફેરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...