વિમોચન:લાયન્સ ક્લબ ઓફ વુમન દ્વારા સંસ્કૃતિ ધારા પુસ્તિકાનું વિમોચન કરાયું

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન લા.મનીષા દુધાત દ્વારા સંપાદિત “સંસ્કૃતિ ધારા” પુસ્તિકા નાં વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં લાયન્સ ક્લબ એસોસિએશન નાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા.પ્રી. ડૉ. અશોક દેસાઈ અને તેની સમગ્ર ટીમ તેમજ પ્રેસિડેન્ટ ભાનુબેન કાછડીયા અને કિશોરભાઈ કાછડીયા તેમજ અન્ય હોદ્દેદારો અને ક્લબ મેમ્બરો હાજર રહ્યા હતા.

રાષ્ટ્રભાષા હિન્દીમાં લખાયેલી આ પુસ્તિકા નો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ નાં જતન અને સંવર્ધન નો જણાવવામાં આવ્યો હતો. આ પુસ્તિકા દ્વારા લોકોને ભારતીય જીવનશૈલી અને તેની વિચારધારા થી વાકેફ કરવામાં આવે તેવા લક્ષ્યને નિર્ધારિત કરવા બદલ સહુએ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દ્વારા સોશિયલ ડિસ્ટનસનું ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...