ગુનેગારો માટે સલામત આશ્રય સ્થાન:અંકલેશ્વરમાં પરપ્રાંતિયોની વધતી સંખ્યા સાથે ગુનાખોરીનો ગ્રાફ વધ્યો

અંકલેશ્વર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીરાનગર– લક્ષ્મણનગર વિસ્તાર ગુનેગારો માટે સલામત આશ્રય સ્થાન

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં પરપ્રાંતિય કામદારોની ઓથમાં ગુનેગારોનો પગપેસારો ચિંતાજનક બન્યો છે. પરપ્રાંતિય ગુનેગારોએ જ ભર બપોરે બેંક લુંટવાનો ફુલપ્રુફ પ્લાન બનાવ્યો હતો પણ સદનસીબે પોલીસ કોન્સટેબલની હિમંતના કારણે તેઓ નાકામિયાબ રહયાં હતાં.

ઔદ્યોગિક નગરી તરીકે વિશ્વમાં પ્રખ્યાત અંકલેશ્વરમાં દેશના વિભિન્ન પ્રાંતમાંથી આવેલાં હજારો લોકો વસવાટ કરી રહયાં છે. રોજગારી મેળવવા આવતાં લોકોની સાથે હવે ગુનેગારો પણ અંકલેશ્વરમાં પગપેસારો કરી રહયાં છે. નોકરી કરવાના ઇરાદે આવતા પરપ્રાંતિય લોકો હવે ગુનાખોરી તરફ વળી રહયાં છે.

મીરાનગર, લક્ષ્મણ નગર સહીતના વિસ્તારોમાં હવે સામાન્ય લોકોની સાથે ગુનેગારોનો ઓછાયો જોવા મળી રહયો છે. થોડા મહિનાઓ પહેલાં બાંગ્લાદેશી મહિલાએ એક વ્યકતિની હત્યા કરી મૃતદેહના ટુકડા કરી તેને સુટકેશમાં પેક કરી અલગ અલગ જગ્યાએ નાંખી દીધો હતો. અન્ય ગુનાહિત કૃત્યો પર નજર રાખવામાં આવે તો આ જ વિસ્તારમાં પોલીસ પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

ગત સપ્તાહે જ અહીં બિહારી યુવાનની માથામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.આ ઉપરાંત ગાંજો, દેશી તમંચા , લુંટ, ભંગાર ચોરી, ઘરફોડ ચોરી સહીતના અનેક ગુનાઓમાં સંડોવાયેલાં આરોપીઓ આ વિસ્તારોમાંથી પોલીસના હાથે ચઢયાં છે. ગત રોજ થયેલી બેંક લુંટમાં સંડોવાયેલાં પાંચ આરોપીને પણ લક્ષ્મણનગરમાંથી દબોચી લેવામાં આવ્યાં છે. આ વિસ્તારોમાં પોલીસ સઘન વોચ રાખી ગુનાખોરીને અટકાવે તે જરૂરી બન્યું છે. પોલીસે બેંક લુંટના આરોપીઓને પણ આજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...