દેશની પ્રગતિમાં ગતિ પ્રદાન સેતુ:ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન માટેનો દેશનો સૌથી લાંબો બ્રિજ તૈયાર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના નર્મદા નદી પર1396.35 મીટર લાંબા 29 સ્પાનનો બ્રિજ
  • મુંબઈથી UPના દાદરી સુધીના ફ્રેઈટ કોરિડોરની 1504 KM લંબાઈ

ભરૂચની નર્મદા નદી ઉપર એક બાદ એક દેશના સૌથી લાંબા બ્રિજોનું નિર્માણ સાકાર થઈ રહ્યું છે. અગાઉ કેબલ સ્ટેઇડ બ્રિજ બાદ એક્સપ્રેસ વે નો 8 લેન કેબલ બ્રિજ હવે 1400 મીટર લાંબો દેશનો સૌથી લાંબો ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન માટેનો બ્રિજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ભરૂચ અને નર્મદા નદી ભારત માટે પ્રાચીન સમયથી લઈ આજે આધુનિક યુગમાં પણ વેપાર, વાણિજ્ય, ઉધોગ અને વિકાસનું પ્રવશેદ્વાર તેમજ સેતુ સમાન જ પુરવાર થઇ રહ્યું છે.

અંગ્રેજોના સમયથી નર્મદા નદી ઉપર પૂર્વ-પશ્ચિમ ભારતને જોડતો 142 વર્ષ જૂનો ગોલ્ડન બ્રિજ હોય કે બાદમાં રેલવેનો સિલ્વર બ્રિજ મુંબઈ-દિલ્હીને જોડતા હાઇવે પરના જુના અને નવા સરદાર બ્રિજ. કે ફોરલેન એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ.ભરૂચ નર્મદા નદી અને તેના ઉપર બ્રિજ (સેતુઓ) નો આ સિલસિલો આટલેથી નથી અટકતો. ત્યારે 1505 કિલોમીટર યુ.પી. ના દાદરીથી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટને જોડતો વેસ્ટર્ન ફ્રેઈટ ડેડીકેટેડ કોરિડોર હેઠળ નર્મદા નદી ઉપર દેશનો સૌથી લાંબો ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેનના બ્રિજનો 29 મો ગડર સફળતા પુરબલ4 ગોઠવી દેવાયો છે.

કુલ 1396.35 મીટર લાંબા આ સ્ટીલ બ્રિજની એક લાઈનની કામગીરી પૂર્ણ થયાની જાહેરાત રેલ મંત્રાલયે ખુદ આપી છે.ગુડ્ઝ ટ્રેન માટે અલિયાદો ત્રીજો ટ્રેક કાર્યરત થઈ જતા ભરૂચની નર્મદા નદી ઉપર 100 થી 250 કિલોમીટરની ઝડપે બુલેટ ટ્રેન, વાહનો અને ગુડ્ઝ ટ્રેન સમાંતર દોડશે અને દેશની પ્રગતિમાં ગતિ પ્રદાન કરશે.

ગુડ્ઝ ટ્રેનનો 75 % ટ્રાફિક ડાયવર્ટ થતાં પેસેન્જર અને માલગાડીઓ વધુ દોડી શકશે
વેસ્ટર્ન અને ઇસ્ટર્ન ફ્રેઈટ કોરિડોર અંતર્ગત 3800 કિલોમીટરના ગુડ્ઝ ટ્રેન માટે 2 ટ્રેકના કોરિડોર તૈયાર થતા માલવહન વધુ ઝડપી, અસરકારક, સમયસર અને વધુ થઈ શકશે. હાલના મુખ્ય રેલવે નેટવર્ક પરથી 75 ટકા ગુડ્ઝ ટ્રેનોનું સંચાલન ઘટી જતાં વધુ પેસેન્જર ટ્રેનો પણ દોડાવી શકાશે. ગુડ્ઝ ટ્રેનના અલિયાદો ડબલ લાઈન ટ્રેક દેશના મુખ્ય પોર્ટ અને ઔદ્યોગિક વસાહતો સાથે સંકળાઇ જતા રેલવેને માલવહનની આવકમાં અનેકગણો વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...