તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માટીએડ ગામે ઠલવાયેલું કેમિકલ વેસ્ટ હિમસન કંપનીનું નીકળ્યું

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ જાતે ફરિયાદી બની: વેસ્ટનો નિકાલ આમલાખાડીમાં કરવાના હતા

અંકલેશ્વરના માટીએડ ગામની સીમમાં અવાવરુ જગ્યામાં ટેમ્પામાં કંપની નો કેમિકલ યુક્ત સોલિડ વેસ્ટ તેમજ પ્રદુષિત પાણીના ડ્રમ ભરી ને નિકાલ કરવા ની પેરવી કરવામાં આવી રહી હતી. એ જ સમયે ગ્રામજનો એ ટેમ્પાને ઝડપી લીધો હતો. અને આ ઘટના અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેમજ અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ મામલામાં અંકલેશ્વર તાલુકા પોલીસે મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ સુરત પાંડેસરા વિસ્તાર માં રહેતા ટેમ્પો ચાલક ભોલાનાથ સિંહ રામભિલાષ સિંહ રાજપૂત ની અટકાયત કરી તેની પૂછપરછમાં આ કેમિકલ વેસ્ટ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ હિમસન કંપની ના ગોડાઉન માંથી ભર્યુ હતુ.

માટીએડ ખાતે લાવી આમલાખાડી માં નિકાલ કરવાના હતા, જે બનાવ અંગે પોલીસે હિમસન કંપની ના ગોડાઉન ના માલિક, ટેમ્પો સાથે સુરત થી આવેલ સુપરવાઈઝર , ત્રણ મજૂરો તેમજ મારૂતિવાન ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. ટેમ્પો સહીત તેમાં ભરેલું 150 નંગ પ્લાસ્ટિકના કારબા બેરલો જેમાં ભરેલ કુલ 5000 કિલો હાઈલી એસિડિક વેસ્ટ વિશિષ્ટ પ્રકારનું પદાર્થ પ્રવાહી જપ્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...