દુર્ઘટના:ભરૂચ-અંકલેશ્વર જૂના હાઈવે પર કાર15 ફૂટ નીચે ખાબકી

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત, ચાલકનો બચાવ

અંકલેશ્વર તરફ જતી ઇકો કાર આર.એમ પી.એસ. સ્કૂલ નજીક 15 ફૂટ નીચે ખાબકી હતી. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા કાર 15 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી અને ખાડામાં રહેલ પાણી અર્ધી ગરકાવ થઇ થઇ જવા પામી હતી.

ભરૂચ અંકલેશ્વર ને જોડતા જુના નેશનલ હાઇવે નંબર 8 પર ગત રાત્રી ના ભરૂચ થી અંકલેશ્વર તરફ ઇકો કાર આવી રહ્યો હતો તે દરમિયાન છાપરાં પાટિયા અને આર.એમ.પી.એસ સ્કૂલ વચ્ચે કોઈ કારણોસર ઇકો કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. અને રોડ સાઈડ પર 15 થી 20 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી. અને ખાડા માં પાણી માં જઈ પટકાઈ હતી. સદ્દનસીબે ઇકો કાર ચાલકનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...