કારનો કાચ તોડી ગઠિયો બેગ ઉઠાવી ગયો:અંકલેશ્વર GIDCમાં વેપારી કાર પાર્ક કરી મિત્રને મળવા ગયો; તસ્કરોએ તકનો લાભ ઉઠાવી કારમાં મુકેલા રૂ.3.60 લાખ લઈ રફુચક્કર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર GIDCમાં આવેલી ભાવિક મશીનરી પાસે પોતાની કાર પાર્ક કરીને મિત્રને મળવા ગયા હતા. તે સમયે તસ્કરોએ વેપારીની કારનો કાચ તોડી અંદર મુકેલી લેપટોપની બેગમાં રહેલા 3.60 લાખની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. બનાવ મામલે વેપારીએ અંકલેશ્વર GIDC પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વેપારી કાર પાર્ક કરીને તેના મિત્રને મળવા ગયો હતો
અંકલેશ્વરના બિપિન કાળુભાઇ કોઠીયા જીઆઇડીસીમાં કોહિનૂર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ નામની કંપની ચલાવે છે. બીપીન કોઠીયા તેમની ફોર વ્હીલ કાર લઈને 3 જાન્યુઆરીના રોજ હાલોલથી રૂ.3.67 લાખનું પ્રતિન ચોકડી ઉપર આવેલી આર.કે. એન્ટરપ્રાઈઝ આગડીયા પેઢીમાં રૂપિયા લાવ્યા હતાં. જે રૂપિયા તેઓ લેવા ગયા હતા. જેમાંથી તેમણે 7 હજાર રૂપિયા તેમના ખિસ્સામાં મૂક્યા અને બાકીના રૂ.3.60 લાખ લેપટોપની બેગમાં મુકિ તેમની બાજુની સીટ નીચે મુક્યા હતા. ત્યારબાદ તેઓ પ્રતિન ઓવરબ્રીજ ઉતરી રામદેવ પીર ચોકડી પર આવેલી તેમના મિત્રની ભાવિક મશીનરીમાં મળવા રોડ ઉપર કાર પાર્ક કરીને ગયા હતાં.

તસ્કરે તકનો લાભ ઉઠાવ્યો
આ સમય અને તકની રાહ જોઈને બેસેલા તસ્કરોએ ડ્રાઇવરની બાજુવાળો કારનો કાચ તોડીને અંદર મુકેલી લેપટોપની બેગ જેમાં રહેલા રૂ.3.60 લાખની ચોરી કરીને પલાયન થઈ ગયા હતાં. મિત્રને મળીને પરત આવેલા બિપિન એ કારનો કાચ તૂટેલો જોતા અને કારમાં તપાસ કરતા રૂપિયાની બેગ નહિ મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે તેમણે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...