ધરપકડ:ચાર માસ પૂર્વે ઝડપાયેલા દારૂ પ્રકરણમાં બુટલેગર ઝડપાયો

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના તાડફળિયાનો બુટલેગર વોન્ટેડ હતો

અંકલેશ્વરમાં 4 મહિના પૂર્વે ઝડપાયેલ ઈંગ્લીશ દારૂમાં વોન્ટેડ બુટલેગર વિજય વસાવાને શહેર પોલીસે ઝડપી પાડી જેલભેગો કર્યો હતો. અગાવ અનેકવાર પોલીસ ચોપડે વોન્ટેડ રહેલા વિજય વસાવાની પોલીસે પૂછપરછ આરંભી હતી. ગત 28 મી ઓગસ્ટ ના રોજ વિજય ના ઘર માંથી 67 હજાર ઉપરાંતનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો હતો. પોલીસે જેતે વખતે એક ઈસમની અટકાયત કરી હતી.

અંકલેશ્વર તાડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર વિજય વસાવાને ત્યાં ગત 28 મી ઓગસ્ટ ના રોજ શહેર પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં થી પોલીસે રૂપિયા 67.હજાર ઉપરાંતની કિમતની 564 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી.પોલીસે સ્થળ પર થી વિજય ઉર્ફે ભાવ વસંત વસાવાને જેતે વખતે ઝડપી પાડ્યો હતો. જયારે કુખ્યાત બુટલગેર વિજય દલપત વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. જેને આખરે પોલીસે 10 ડિસેમ્બરના રોજ 4 મહિના બાદ માહિતી આધારે ઝડપી પાડ્યો હતો. અને તેની પૂછપરછ આરંભી રિમાન્ડની તજવીજ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...