તપાસ:પાનોલી પાસે વરસાદી ખાડામાંથી 3 દિવસ પહેલા ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મળ્યો

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાનોલી નજીક વરસાદી ખાડામાંથી 3 દિવસ પૂર્વે ગુમ થયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકે જાણ થતા તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ આરંભી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામ ખાતે રહેતા અને મૂળ ઝઘડિયાના અવિધાના 45 વર્ષીય વિઠ્ઠલભાઈ પુનિયાભાઈ વસાવા ગત 26મી ઓગસ્ટના રોજ પાનોલીથી ગુમ થયા હતા.

તેઓ જ્યાં રહેતા હતા તેની નજીકમાં વરસાદી પાણીના ભરવાવાળા ઉંડા ખાડામાં ડૂબી ગયા હતા. જેમનો મૃતદેહ તરતો તરતો બહાર આવતા લોકોને જાણ થતા તેઅો આ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી પીએમ કરવા અર્થે ખસેડ્યો હતો. તેમજ બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...