તપાસ:કેનાલમાં ડૂબેલા યુવાનની લાશ 36 કલાક વિત્યા બાદ પણ ન મળી

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના સંજાલી ગામ પાસેની કેનાલમાં યુવાન ગરકાવ થયો હતો

અંકલેશ્વર ના સંજાલી ગામ પાસે પસાર થતી કેનાલમાં યુવાન ડૂબેલા યુવાન નો મૃતદેહ 36 કલાક બાદ પણ મળ્યો નથી. 22 વર્ષીય અનસ હલીમખાન નામના યુવાનનો પગ લપસી જતા કેનાલમાં ડૂબ્યો હતો. પાનોલી તેમજ અંકલેશ્વર પાલીકા ફાયરની ટીમે 36 કલાક ઉપરાંત શોધખોળ 10 કિમી કેનાલ માં શોધખોળ અવિરત ચાલુ છે.

અંકલેશ્વર ના સંજાલી ગામ પાસેથી પસાર થતી કેનાલ માં અંકલેશ્વર ની તાપી હોટલ સામે આવેલ સુપ્રીમ કોમ્પ્લેક્સ માં મામા ના ઘરે રહેતા અને મૂળ યુપી ના 22 વર્ષીય અનસ હલીમખાન નાહવા માટે ગયા હતા દરમ્યાન અચાનક તેનો પગ લાપસી જતા કેનાલ ના પાણી માં તણાઈ જતાં ડૂબી ગયો હતો જે અંગે ની જાણ પાનોલી નોટીફાઇડ ફાયર વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડ નેં જાણ કરતાં ફાયર ના જવાનો દોડી આવ્યા હતા અને મુખ્ય કેનાલમાં અનસ હલીમખાન ની શોધખોળ શરૂ કરી હતી.

જે મોડી સાંજ સુધી મળી ન આવ્યો હતો. ધટના ના પગલે લોકટોળા જામ્યા હતા.અને બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. છેલ્લાં 36 કલાક ઉપરાંત થી અવિરત શોધખોળ ચાલી રહી છે. જે હજી સુધી મળ્યો નથી. અત્રે ઉલેખનીય છે કે અનસ હલીમખાન પોતાના કર્મચારી સાથે પાનોલી જીઈબી કચેરી વીજ જોડાણ જે કપાઈ ગયું હતુ તેનું બિલ ભરવા આવ્યા હતા જો કચેરી માં લંચ ટાઇમ હોઇ તેવો સાથી કર્મચારી જોડે નહાવા પડ્યા હતા. દરમિયાન તેવો ડૂબવા લાગતા સાથી કર્મચારી તમને બચાવા ગંજી પકડી હતી જો કે ફાટી જતાં પાણી તણાઈ જતાં ડૂબી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...