અનોખી પરંપરા:કાળી ચૌદસે માંડવેશ્વર મહાદેવને ભાતના પીંડથી ઢકાયા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ગુજરાતમાં એક માત્ર અંકલેશ્વરમાં કાળી ચૌદસના દિવસે કરાતી ખાસ વિધિ

ગુજરાતમાં એક માત્ર અંકલેશ્વર તપોભૂમિ અને સિદ્ધ ટેકરી પર બિરાજમાન માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા ભગવાન શિવ લિંગ ને ભાત ના પીંડ થી ઢાકી પૂજન અર્ચન કરતા હોય છે. ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ બાદ માત્ર અંકલેશ્વર ખાતે આ વિધિ કરવામાં આવે છે. જેનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. તપોભૂમિ એવા અંકલેશ્વર નગર ના સિદ્ધ ટેકરી રામકુંડ ખાતે માંડવ ઋષિ ના તપથી પ્રસન્ન થઈ ભગવાન શિવ સ્વયંભૂ રીતે શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા હતા.

ભગવાન શિવના માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે કાળી ચૌદસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અહી 12 જ્યોતિર્લિંગ માનું એક એવા ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવજી ની વિશેષ પૂજા રૂપે કાળી ચૌદસ નિમિતે જેમ ભાત ના પીંડ થી ઢાકી દેવામાં આવે છે. તે જ રીતે ગુજરાતમાં એક માત્ર અંકલેશ્વર ખાતે કાળી ચૌદસ નિમિતે બપોર બાદ ભગવાન શંકરના શિવલિંગ ને ભાત ના પીંડ થી શાસ્ત્રોક વિધિ સાથે ઢાંકી દેવામાં આવ્યા હતા. અને તેના દર્શન અને આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી હતી.

1100 વર્ષથી ચાલી આવતી પરંપરા
પુરાતન વિભાગ દ્વારા રામકુંડ મંદિર અને આજુબાજુ મંદિરો વિશેષ અધ્યયન બાદ આ મંદિરો 1100 વર્ષ જુના એટલે 10 મી સદીના હોવાનું જણાવી રહ્યા છે. તો મંદિર વ્યવસ્થાપક ના સભ્યો આ વિધિ મંદિર સ્થાપના સાથે પેઢી દર પેઢી સૈકાઓથી ચાલી આવી છે. સદીઓથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે.

આ વિધિ અહીંયા કેમ યોજાય છે
ભૂતોના દેવ તરીકે ભગવાન શિવ ઓળખાય છે. સ્મશાન હોય ત્યાં શિવ હોય. ત્યારે ભાતથી શિવલિંગને ઢાંકવાની માન્યતા છે. પિતૃની આત્માને મોક્ષ મળે અને તેમની આત્માને શાંતિ મળે તેવા ઉદ્દેશ્ય સાથે ઉજ્જૈન અને ત્યારબાદ અંકલેશ્વરમાં કાળી ચૌદશે આ વિધિ વિશેષ યોજવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...