કાર્યવાહી:ગડખોલ પાટિયા પાસેથી ચોરીની બાઈક સાથે બાઈક ચોર ઝડપાયો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર પોલીસે 20 હજારની કિંમતની ચોરીની બાઈક રિકવર કરી
  • અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલા ચોરીનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ચોરીની બાઈક સાથે બાઈક ચોર ઝડપાયો હતો. શહેર પોલીસે 20 હજારની કિંમતની ચોરીની બાઈક રિકવર કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ભરૂચ અંકલેશ્વર રોડ પર ભૂતમામાં ડેરી પાસે મોટરસાયકલ ચાલક બાઈક પાર્ક કરી અને લઘુશંકા એ ગયો અને બાઈક ચોરાઈ હતી.

અંકલેશ્વર શહેર પોલીસની ટીમ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન ભરૂચ રોડ પરથી યુવક બાઇક લઇને આવતા તેને રોકી બાઈકના પૂછપરછ કરતા તે મધ્ય પ્રદેશનો અભિષેક જાદૌન હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાડીના આર.ટી.ઓ નંબર તેમજ ચેચિસ નંબર પોકેટ એપ્સ વડે તપાસ કરતા તે ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. ઘટના અંગે બે દિવસ પૂર્વે શહેર પોલીસ મથકમાં બાઈક ચાલકે પ્રાથમિક જાણ કરી હતી. શહેર પોલીસે 20 હજારની કિંમત ની બાઈક સાથે તેની ધરપકડ કરી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...