તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ:સગીરા સાથે મોબાઈલથી સંપર્કમાં રહેતો બિહારી યુવાન ભગાડી ગયો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાના પિતાએ મોબાઈલ નંબરના આધારે અપહરણની ફરિયાદ નોંધાવી
  • ફોન પર સંપર્કમાં રહેતા બિહારના યુવાને લગ્નની લાલચ આપી

અંકલેશ્વર શહેરની સગીરાને બિહારી યુવાન ભગાડી ગયો હતો. ફોન પર સંપર્કમાં રહેલाો યુવાન લગ્નની લાલચે સગીરાને ભગાડી જતાં પિતાએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પિતા દ્વારા મોબાઈલ નંબર આધારે બિહાર ઈસમ વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

અંકલેશ્વર શહેરને અડીને આવેલા સોસાયટી વિસ્તારમાં રહેતા મૂળ બિહારના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા પરિવારની 16 વર્ષીય સગીરા સાથે છેલ્લા કેટલાક સમયથી બિહારમાં રહેતા ઉમાકાંત વર્મા નામનો યુવાન સંપર્ક માં હતો. ગત તારીખ 3 જુલાઈએ સગીરા ઘરેથી નજીકમાં આવેલા મંદિર ખાતે દર્શને જવાનું કહી નીકળી હતી.

જે પરત ન આવતાં પરિવારે તેના મોબાઈલ પર સંપર્ક કર્યો હતો જે વાત કર્યા વગર મૂકી દીધો હતો અને ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેને શોધખોળ કરવા છતાં ના મળી આવતા અગાવ તેના પર આવેલ ફોન નંબર આધારે તપાસ કરતા ઉમાકાંત વર્મા તેને લગ્ન ની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી ગયો હોવાનું સામે આવ્યું હતું જે આધારે પરિવાર દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...