સ્વાગત:દાંડીથી નીકળેલી સાઈકલ રેલી 2 ઓક્ટોબરે દિલ્હી પહોંચશે

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરમાં સાયકલ રેલીનું પાલિકા પ્રમુખે સ્વાગત કર્યું, જલારામ મંદિરેે રોકાણ કરી રેલી રવાના

ભારતીય સેનાના બી.એસ.એફ યુનિટ દ્વારા ની કરેલી સાયકલ રેલીનું અંકલેશ્વર માં આગમન થયું છે. આઝાદી કા અમૃત મહોત્સવ દાંડીથી દિલ્હી સુધીની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 2 જી ઓક્ટોબરના રોજ રાજઘાટ દિલ્હી ખાતે સાયકલ રેલી પહોચશે. અંકલેશ્વર જલારામ મંદિર ખાતે રોકાણ કરી રેલી આગળ વધી હતી. પાલિકા કચેરી ખાતે પ્રમુખ દ્વારા રેલી નું સ્વાગત કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

ભારતની સ્વતંત્રતા 75 વર્ષની ઉજવણી અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિતે બી.એસ.એફ.ગુજરાત ફ્રન્ટીયર ગાંધીનગર દ્વારા દાંડીથી રાજઘાટ દિલ્હી સુધીની સાયકલ રેલી યોજાઈ રહી છે. આ રેલી અંકલેશ્વર, કરજણ, આણંદ, અમદાવાદ, મહેસાણા, દાંતીવાડા, આબુરોડ, સીરોહી, સુમેરપુર, પાલી, રાજપુર, અજમેર, દુદુ, જયપુર, શાહપુરા, બેહરોર, માનેસર પસાર કરી તા.૨ ઓકટોબરના રોજ રાજઘાટ ખાતે પહોંચશે. દેશની ભાવિ પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસા થી અવગત કરવા માટે આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ગાંધીજીના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા આત્મનિર્ભરતા-સ્વરોજગારી-સ્વદેશીનો વ્યાપ વધારવા દાંડીયાત્રાના ઐતિહાસિક મહત્વ ને ઉજાગર કરી દેશ સ્વાધીનતા સંગ્રામ માં દાંડીયાત્રા દીવાદાંડી સમાન સાબિત થઇ હતી. પૂ. મહાત્મા ગાંધી દાંડી યાત્રા એ સમગ્ર દેશમાં આઝાદી ની એક અનોખી આહલેક જગાડી હોવાનું જણાવી આઝાદીના 75વર્ષની ઉજવણી કરી દેશની આઝાદીના લડવૈયાઓ સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ સમાન છે.

અન્ય સમાચારો પણ છે...