તપાસ:વરસાદથી બચવા જતા ભીખારીને મોત મળ્યું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના પાંજરાપોળ પાસે રાતની ઘટના
  • અન્ય એક ઈસમને સારવાર હેઠળ ખસેડાયો

વરસાદથી બચવા જતા ભિખારીને મોત મળ્યું અન્ય એક ભિખારી ગંભીર હાલતમાં 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર પાંજરાપોળ રાત્રીના વરસાદથી બચવા મંદિરમાં સુવા જતા બે ભિખારી પર અજાણ્યા ઈસમો દ્વારા હુમલો હતો. એક ભિખારીનું મોત થયુ હતુ અને અન્ય સારવાર હેઠળ છે. મધ્ય રાત્રીના વરસાદમાં કીચડમાં બંને પડ્યા રહ્યા હતા. સવારે પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી હતી. લાકડાના સપાટા વડે માથામાં તેમજ શરીરે બંને ગંભીર ઇજા પહોંચાડી હતી.

પોલીસે અજાણ્યા હુમલાખોર પર હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આરંભી હતી. વર્ષોથી મંદિર નજીક લીમડાના ઝાડ પાસે બંને ઈસમ પડી રહેતા હતા. પોલીસે સ્થળ પરથી ડંડો તેમજ જમીન પર પડેલા લોહી ના નમૂના લઇ પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા. સ્થાનિક રહીશોના નિવેદનોથી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...