આજે વર્લ્ડ હેરિટેજ ડે છે. કતપોર ગામે ‘બાઓબાબ’ નામનું હેરિટેજ વૃક્ષ આજે પણ હયાત છે. 2014-15 માં વન વિભાગ દ્વારા વૃક્ષને હેરિટેજ વૃક્ષ જાહેર કર્યું હતું હતું. અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા એનજીઓના અંકલેશ્વર ટ્રી વોચ હેઠળ “કલ્પવૃક્ષ પ્રોજેક્ટ” દ્વારા શહેરના વૃક્ષોને ઉગાડવા , તે પ્રત્યેની કાળજીઓ અને રેકોર્ડ્સ તેમજ સંશોધન કાર્યો કરવામાં આવી રહ્યું છે.
વનવિભાગે મહાવૃક્ષનો દરજ્જો આપ્યો
હાંસોટ તાલુકાના કતપોર ગામ પાસે ખોડીયાર માતાના મંદિર નજીક એનજીઓના અમિતભાઈ રાણા અને હાર્દિકભાઈ પટેલ સભ્યએ રૂખડોના વૃક્ષની પુનઃ અધ્યયન શરુ કર્યું હતું.જેમાં આ વૃક્ષ ઘણું અને લાંબુ આયુષ્ય ધરાવે છે.2014-15માં વનવિભાગ દ્વ્રારા આ વૃક્ષને હેરિટેજ વૃક્ષ અથવા મહાવૃક્ષનો દરજ્જો આપ્યો છે. 500 વર્ષ પૂર્વે અરબ દેશ માંથી આવેલ વેપારી વૃક્ષની આ પ્રજાતિને ભારત લાવ્યા હતા.વૃક્ષમાં અંદર પાણીનો ભંડાર જોવા મળે છે.વૃક્ષનું ફળ કપિરાજની પ્રિય છે એટલે તેને મંકીબેડ ટ્રી તરીકે પણ ઓળખાય છે. આ વૃક્ષનું આયુષ્ય 1 હજાર વર્ષ માનવામાં આવે છે. તો આસ્થા ના પ્રતીક તરીકે રૂખડાં બાબા તરીકે પૂજાય છે. ચોરો ઝાડની બખોલમાં સંતાતા હોવાથી આને ચોર આંબલા તરીકે પણ ઓણખાય છે.
વૃક્ષ અલભ્ય હોવાથી તેનું જતન જરૂરી છે
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આરપવામાં આવ્યો હતો કે એક વૃક્ષ એક વર્ષનું હોય તો ૭૪ હજાર પાંચસો (74,500)ની કિંમત આંકી શકાય છે. આમ આ વૃક્ષ ની કિંમત કરોડોમાં આંકી શકાય છે.રૂખડા નું વૃક્ષ આપણા આખા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં એક માત્ર ગણવામાં આવે છે.આ વૃક્ષ અલભ્ય હોવાથી તેનું જતન કરવું જરૂરી છે. > હાર્દિક પટેલ, એન્વાયરમેન્ટ પ્રેમી.
મંકીબેડ ટ્રી તરીકે વૃક્ષની ઓળખ
આ વૃક્ષની મુખ્ય વિશેષતા એ છે કે તેનું થડ અન્ય વૃક્ષો કરતા ખૂબ જાડું હોય છે. વૃક્ષના થડની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે તેનું ફળ આછા ભૂખરા રંગના હોય છે. આ ફળ વાંદરાઓ બહુ ખાય છે, જેથી મંકીબેડ ટ્રી ( Monkeybed tree ) તરીકે પણ ઓળખાય છે.
સંસ્થાએ અંકલેશ્વરમાં આ દુર્લભ વૃક્ષ વાવી લોકોને તેની ઓળખ કરાવશે.
અંકલેશ્વરમાં કોઈપણ જગ્યાએ રૂખડા વૃક્ષ જોવા મળતું નથી. તે માટે અમારી સંસ્થા રૂખડા વૃક્ષના બીજ ને અન્ય જગ્યાએથી મંગાવીને અંકલેશ્વરમાં ઉગાડવા માટે ના અને આ વૃક્ષ દુર્લભ હોવાથી આવતી પેઢી જોઈ શકે અને તેની જાળવણી કરી શકે તે માટેના પ્રયાસો કરીશું. > અમિત રાણા, એન્વાયરમેન્ટ એન્જિનિયર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.