અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે ઉદ્યોગ મંડળ દ્વારા પ્રાંત અધિકારી નૈતિકા પટેલનો વિદાય સમારોહ તેમજ નવનિયુક્ત આઈએએસ નાયબ કલેકટર નતિષા માથુરનો આવકાર સમારોહ યોજાયો હતો.
બંનેય અધિકારીઓને શુભેચ્છાઓ આપવામાં આવી
અંકલેશ્વરમા છેલ્લા 11 માસથી પ્રાંત અધિકારી તરીકે નૈતીકા પટેલ ફરજ બજાવે છે. જેમની બદલી કરવામાં આવી છે, જયારે આઈ.એ.એસ. નીતીષા માથુરની અંકલેશ્વર નાયબ કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નવા નાયબ કલેકટરનો આવકાર અને બદલી પામેલા પ્રાંત અધિકારી નૈતિકા પટેલનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં બદલી લઇ રહેલા પ્રાંત અધિકારી નૈતીકા પટેલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જ્યારે અંકલેશ્વર નાયબ કલેક્ટર નતીષા માથુરને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ હરેશ પટેલ, પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી, મહેશ પટેલ, એન.કે.નાવડીયા, ચંદુ કોઠીયા, ગવર્મેન્ટ લાયઝન કમિટીના ચેરમેન પ્રવીણ તેરૈયા સહિતના આગેવાનો અને વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.