મોટી સંખ્યા ભક્તો ઉમટયા:અંકલેશ્વરમાં ત્રણ ગામના સીમાડે આવેલા ટેકરાવાળા મહાકાળી માતાના મંદિર ખાતે 8મો પાટોત્સવ યોજાયો

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદીરમાં સવારે પૂજા તેમજ સાંજે ભંડારો અને રાત્રીના લોક ડાયરાનું આયોજન કરાયું

અંકલેશ્વર ના ત્રણ ગામના સીમાડે આવેલ ટેકરાવાળા મહાકાળી મંદિર ખાતે 8 મો પાટોત્સવ યોજાયો હતો. સવારે પૂજા તેમજ સાંજે ભંડારો અને રાત્રી ના લોક ડાયરો યોજાયો હતો. મંદિર ના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું હતુ જેનો મોટી સંખ્યા ભક્તો ઉમટયા હતા. અંકલેશ્વર તાલુકાના અંદાડા, કાસીયા અને છાપરા ગામ ના સીમાડે આવેલ ટેકરાવાળા મહાકાળી માતાજી ના મંદિર ખાતે પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.

વિક્રમ સવંત 2078 ના વૈશાખ સુદ 11 ના દિવસે 12 મી મે 2022 ના રોજ આ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સવારે 10 કલાકે હવન, સાંજે 4 કલાકે ભંડારો અને રાત્રીના 9 કલાકે ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતુ. ડાયરા માં વડોદરા ના જાણીતા ડાયરા કલાકર પારુબેન રાઠવા રમઝટ બોલાવી હતી. તમામ ધાર્મિક પ્રસંગ માં મોટી સંખ્યા માં ભક્તો ઉમટયા હતા.

અન્ય સમાચારો પણ છે...