તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ પર્યાવરણ દિવસ:રેવા અરણ્યનો 4.5 કિમી વિસ્તાર પક્ષીઓનું આશ્રયસ્થાન બનશે

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારેે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ, સામાજિક વનીકરણ વિભાગ અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

અંકલેશ્વર ખાતે રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત 4.5 કિ મી ના વિસ્તારમાં પક્ષીઓના આશ્રયસ્થાન બની શકે તેવું વન ઉભું કરશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સીટીઝન કાઉન્સિલ, સામાજિક વનીકરણ વિભાગ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ત્રીજા અને ચોથા ભાગમાં ૧૦ હજાર વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સીટીઝન કાઉન્સિલ, સામાજિક વનીકરણ વિભાગ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગડખોલ પાટીયા થી ગોલ્ડન બ્રીજના અંકલેશ્વર તરફ ના છેડા સુધી 4.5 કિ મી ના વિસ્તાર ને પક્ષીઓના આશ્રયસ્થાન બની શકે તેવું વન ઉભું કરવાની નેમ કરવામાં આવી છે.

આજરોજ ભાગ ૩ અને ૪ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગોલ્ડન બ્રિજ થી ગડખોલ પાટિયા સુધી જુના નેશનલ હાઇવે નંબર 8 અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યા ઓર 4.5 કિમી સુધીના વિસ્તારમાં રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત ગાઢ જંગલ ઉભું કરવાની શરૂઆત કરવામાં આવી છે. પક્ષીઓનું આશ્રયસ્થાન બની રહે તેવા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. રેવા અરણ્ય પ્રોજેક્ટ અંતર્ગત ભાગ 1 અને ભાગ બેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં હાલ સુધીમાં 6500 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે જે પૈકી 5000 થી વધુ વૃક્ષો ઉછરી ગયા છે. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભરૂચ જીલ્લાના વિવિધ ઉદ્યોગો પી.આઈ. ઇન્ડ. પાનોલી, શુભ શ્રી પીગમેન્ટ, અંકલેશ્વર, ડેક્કન ફાઈન કેમિકલ, અંકલેશ્વર, સોલ્વે ઇન્ડિયા પાનોલી, ગ્રાસીમ ઇન્ડ. વિલાયત, મહાવીર ઇન્ટરનેશનલ સહિતના ઉદ્યોગો સી.એસ.આર. અંતર્ગત આ પ્રોજેક્ટને સહાય કરવામાં આવી છે. રેવા અરણ્યના ભાગ 3 -4 ના શુભારંભ પ્રસંગે જિલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડિયા, ભરૂચ વર્તુળના વન સંરક્ષક ડો. કે. શશી કુમારની ઉપસ્થિત રહ્યા હતા. આ બંન્ને તબક્કામાં 10 હજાર વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક છે.

પ્રોજેક્ટ અંતર્ગત મીયાવંકી પદ્ધતિથી પણ વૃક્ષોનું વાવેતર
રેવા અરણ્ય ખાતે મિયા વાંકી પદ્ધતિ કે જે ઓછી જગ્યામાં વધુ વૃક્ષો વાવવા માટેની પદ્ધતિ છે તે અન્વાય્રે ૧૮૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે જે હાલ ગ્રોથ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ ૨૦૧૯ માં કરવામાં આવી હતી. અને તબક્કાવાર આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે.

વૃક્ષારોપણને જનઆંદોલન બનાવવાની જરૂર
ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત રેવા અરણ્ય પ્રોજેક્ટના ભાગ 3 અને 4 ના શુભારંભ પ્રસંગે કલેકટર ડો. એમ.ડી.મોડિયાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં પર્યાવરણનું જતન કરવું એ ખુબ અગત્યનું બન્યું છે. ત્યારે વૃક્ષારોપણ કાર્યક્રમને એક જન આંદોલન બનાવો જોઈએ અને બને તેટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ. તો ભરૂચ વર્તુળના વન સંરક્ષક ડો. કે સસીકુમારે જણાવ્યું હતું કે આવનાર પેઢીને પર્યાવરણની જાળવણી બાબતે સમાજ આપવી જોઈએ અને તેઓને પણ આ જતન માટે સમાવિષ્ટ કરવા જોઈએ.

ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે હાલમાં તમામને ખબર પડી ગઈ છે કે ઓક્સિજનની વેલ્યુ શું છે ત્યારે આ વૃક્ષો જ કુદરતી ઓક્સીજન આપે છે વૃક્ષો વાવવા ખુબ સરળ છે પરંતુ તેનું જતન કરીને મોટા કરવા કપરું છે. ત્યારે સહુ વૃક્ષોનું જતન કરે તેવી અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...