કોરોના ની ત્રીજી લહેર માં વધતા જતા કેસો ને લઇ તંત્ર અગમચેતીના ભાગરૂપે અંકલેશ્વર ની વિવિધ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ ચકાસણી સાથે સર્વે શરુ કર્યો છે.પ્રાંત અધિકારી, મામલતદાર અને આરોગ્ય અધિકારી એ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર,આઇસીયુ,બાય પેક સહિતની સુવિધા અંગે વર્તમાન સ્થિતિ નો તાગ મેળવ્યો હતો કોરોના ની ત્રીજી લહેર માં દિવસે દિવસે કેસ વધી રહ્યા છે. ગત રોજ અંકલેશ્વર 52 કેસ નોંધાયા હતા. તો અંકલેશ્વર માં એક્ટિવ કેસ નો આંક 200 ને પણ પાર થઇ ગયો છે.
આ વચ્ચે હાલ હોમ આઈસોલેટ હેઠળ સૌથી વધુ દર્દી સારવાર હેઠળ છે. તો 25 થી વધુ દર્દી હોસ્પિટલ માં સારવાર લઇ રહ્યા છે. આ વચ્ચે ગંભીર કેસ નું પ્રમાણ વધે તો પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કોવિડ સ્પેશિયલ ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ ઉપરાંત અન્ય ખાનગી હોસ્પિટલ માં પણ સર્વે ની શરૂઆત કરી છે. તંત્ર દ્વારા ત્રીજી લહેર ને પહોંચી વળવા માટે આગોતરું આયોજન કરી તમામ હોસ્પિટલ ની મુલાકાત લઇ તેમાં વિવિધ સુવિધાઓ અંગેના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાંત અધિકારી રમેશ ભગોરા ,મામલતદાર અલ્પેશ પરમાર અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ .સુશાંત કઠોરવાલા અને પોલીસ ની ટીમ સાથે બે દિવસ અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા ,કેટલા વેન્ટિલેટર ,આઇસીયુ , બેડની સંખ્યા , કેટલા બાય પેક સહીતની સુવિદ્યા અંગેનો સર્વે હાથ ધર્યો હતો. તંત્ર દ્વારા ઈએસઆઈસી હોસ્પિટલ ,જયાબેન મોદી હોસ્પિટલ સહીત ની ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઇ ત્રીજી લહેર ને પહોંચી વળવા સજ્જ બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.