તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જુના દિવા ગામે કોપર ચોરોનો આતંક 2 માસમાં 20થી વધુ ટ્રાન્સ્ફૉર્મર તોડ્યા

અંકલેશ્વર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વર શહેર પોલીસે 2.74 લાખના કોપર ચોરીનો ગુનો નોંધ્યો

અંકલેશ્વર જુના દિવા ગામે કોપર ચોરીનો આતંક સામે આવ્યો છે. છેલ્લા 2 મહિનામાસ 20 થી વધુ ટ્રાન્સફર્મર ને નિશાન બનાવ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસ મથકે વધુ 12 વીજ ટ્રન્સફર્મર માંથી કોપર ચોરીની ફરિયાદ નોંધાય છે. પોલીસે મથકે 2.74 લાખ રૂપિયાના કોપર ચોરીનો ગુનો નોંધ્યો હતો. કોપર ચોરી ને લઇ ગ્રામજનો ને થઇ રહેલ ખેતીમાં વ્યાપક નુકશાન પહોંચી રહ્યું હોવાની ફરિયાદ સામે આવી છે.

અંકલેશ્વર તાલુકા જુના દિવા છેલ્લા 1 મહિ નાના તસ્કરોએ આતંક મચાવ્યો છે. ડિસેમ્બર 2020 થી લઇ 25 જાન્યુઆરી દરમિયાન ખેતરમાં ખેતી વિષયક વીજ લાઇન પર રહેલા 12 જેટલા ખેડૂતો ના ખેતર નજીક ચાલુ વીજ લાઇન પર થી 12 જેટલા ટ્રાન્સ્ફૉર્મર તસ્કરોએ તોડી પાડ્યા હતા અને તસ્કરોએ અંદર રહેલ ઓઇલ ધોળી કાઢી અંદર થી કોપર કોઇ ની ચોરી કરી લઇ ગયા હતા તસ્કરોએ છેલ્લા દોઢ મહિનામાસ આ વિસ્તાર માં 20 જેટલા વીજ ટ્રાન્સ્ફૉર્મર તોડી પડ્યા છે જેને લઇ ખેડૂતોને સિંચાઇ ની સમસ્યા સર્જાયા રહી અને ખેડૂતો માં આક્રોશ ફેલાયો છે.

આ અંગે વીજ નિગમ માં અરજી સ્વરૂપે ફરિયાદ કરતા વીજ નિગમ દ્વારા સ્થળ તપાસ અને પંચકેશ કરી શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 64 500 રૂપિયા ની નુકશાની અને 2.10 લાખ રૂપિયા ની કોપર કોઇ ની ચોરી મળી કુલ 2.74 લાખ રૂપિયા ની ચોરી અને નુકશાની ફરિયાદી નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો