તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતની ભીતિ:અંકલેશ્વરમાં નવ નિર્મિત ગડખોલ ફ્લાય ઓવર બ્રિજ ઉપર તંત્ર ફુટપાટ બનાવવાનું જ ભૂલી ગયું

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઈટ પણ નહીં હોવાથી અકસ્માતની ભીતિઃ ગડખોલ - અંદાડાના લોકોએ બ્રિજ પર જવા ભરૂચ રોડ પર જવું પડશે

અંકલેશ્વર નવ નિર્મિત ગડખોલ ફ્લાઈ ઓવર રાહદારી માટે નહિ હોવાનું બ્રિજ ના બાંધકામ માં જોવા મળી રહ્યું છે. સરકારી તંત્ર ફુટપાટ બનાવવાનું જ ભૂલી ગયા છે. રાત્રી ના લાઈટ ની પણ વ્યવસ્થા ના થતા અકસ્માતની ભીતિ ઊભી થઈ છે. ફ્લાઈ ઓવર ચાલુ થતાં જ ગડખોલ ફાટક કાયમી ધોરણે બંધ કરાય છે. તો ફાટક ક્રોસ કરવું હવે ગુનો બનશે. ગડખોલ પાટિયા પર જનાર વ્યક્તિઓને હવે બોરભાઠા સુધી ચાલી ને બ્રિજ પર જવું પડશે. સુરવાડી ગામ ના રહીશો પણ અર્ધા કિ મી નો ફેરવો લેવો પડશે. તો ગડખોલ ગામ કે અંદાડા ગામ રહીશો ઓવરબ્રિજ પર જવા ભરૂચ રોડ પર જવું પડશે.

રાજ્યના ડેપ્યુ સીએમ દ્વારા ખુલ્લો મુકવામાં આવેલ જિલ્લા નો પ્રથમ ટી બ્રિજ પર પગપાળા રાહદારી માટે બિન ઉપયોગી બન્યો છે. સામાન્ય રીતે તમામ બ્રિજ પર રાહદારીઓ માટે ફુટપાટ ની વ્યવસ્થા હોય છે પરંતુ નવ નિર્મિત બ્રિજ પર ફુટપાટ જ બનાવવામાં આવ્યો નથી. અને બ્રિજ પર લોકો ચાલતા નીકળશે તો અકસ્માતની ભીતિ ઉદ્દભવી છે બ્રિજ પર ગાડી ફૂલ સ્પીડ માં પસાર થતા રાહદારીઓ માટે ચાલતા જવું પણ મુશ્કેલ છે. આ વચ્ચે બ્રિજ પર મુંગા પશુ ને લઇ ને પણ ટોળા પસાર થતા નવી સમસ્યા સર્જાય છે.

રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાયું
ગડખોલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ થતાં જ ફાટક વાહન વ્યવહાર માટે કાયમી ધોરણે બંધ કરી દેવાયો છે. બીજી તરફ બ્રિજ ઉપર ફૂટપાથ જ નહીં બનાવતાં ચાલીને જતાં લોકો માટે બ્રિજ બિનઉપયોગી બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...