દુર્ઘટના:અંકલેશ્વર GIDCમાં શ્રમજીવી મહિલા પર ટેન્કર ફરી વળ્યું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગંભીર ઈજા થતાં મહિલાનું ઘટના સ્થળે જ મોત

અંકલેશ્વર રચના નગર ખાતે રહેતા જસવંત ભાઈ વસાવા ના 40 વર્ષીય પત્ની ઉર્મિલાબેન વસાવા ગત રોજ છૂટક મજૂરી માટે જીઆઇડીસી માં ગયા હતા જેઓ કામ પૂર્ણ કરી સાંજે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન દેસાઈ પેટ્રોલપંપ થી જીવન ચોકડી માર્ગ પર જીવન ચોકડી નજીક પુરપાટ ટેન્કર લઇ આવતા નસીબ કુરેશી એ સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ઉર્મિલાબેન સાઇકલ સાથે અડફેટે માં લીધા હતા.

જેમાં ઉર્મિલાબેન ની સાઇકલ પર અને માથાના ભાગે ટેન્કર ના ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટેન્કર ચાલક ની એટલો પુરપાટ હાથો કે મૃતક ઉર્મિલાબેન ના માથાના ટુકડા કરી ભેજું પણ બહાર આવી ગયું હતું. અકસ્માતના પગલે લોક ટોળા એકત્ર થઇ ગયા હતા. જયારે મૃતક ઉર્મિલાબેન ના પતિ ને પત્ની ની બહેનપણી દ્વારા જાણ થતા તેવો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જસવંત ભાઈ વસાવા ટેન્કર ચાલક નસીબ કુરેશી વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...