વૃક્ષારોપણ:અંકલેશ્વર તાલુકાના તલાટીઓએ હડતાળ વેળા વૃક્ષારોપણ કર્યું

અંકલેશ્વર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નૌગામાના રોકડીયા હનુમાન મંદિરે 50 જેટલા તલાટી ભેગા થયાં

અંકલેશ્વરમાં હડતાળ ઉતરેલા તલાટીઓએ રોકડીયા હનુમાનજી મંદિર ખાતે વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. મંદિર ખાતે પોતાની માંગણીઓ સંતોષાઈ તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. રાજ્યમાં તલાટી મંડળની અચોક્કસ મુદતની હડતાળમાં અંકલેશ્વર તાલુકાના 50 થી વધુ તલાટી જોડાયાં છે. તલાટીઓ વિના ગ્રામ પંચાયતોમાં કામગીરી અટકી પડી છે. અંકલેશ્વર સહિત તમામ તાલુકાના તલાટીઓ હાલ હડતાળ પર છે. ઝઘડીયામાં તલાટીઓએ નર્મદા મૈયાનું પુજન કરી સરકારને સદબુધ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી હવે અંકલેશ્વરના તલાટીઓએ વધુ એક નવતર અભિગમ અપનાવ્યો છે.

તેમણે નૌગામ પાસે આવેલાં રોકડીયા હનુમાનજી મંદિર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે હનુમાન દાદાને સરકારને સદબુધ્ધિ આપવા તથા તેમની માગણીઓ ઝડપથી સંતોષાય તેવી પ્રાર્થના પણ કરી હતી. રાજયભરના તલાટીઓ હાલ પોતાની પડતર માગણીઓ સંદર્ભમાં હડતાળ પર ઉતર્યા છે. 2021માં પણ તલાટીઓ હડતાળ પર ઉતર્યા હતાં પણ તે સમયે સરકારે પડતર માગણીઓ સંદર્ભમાં યોગ્ય નિરાકરણ લાવવાની સરકારે ખાતરી આપી હતી. નવ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં સરકારે કોઇ કાર્યવાહી નહી કરતાં ફરીથી તલાટીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...