તલાટીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું:અંકલેશ્વર તાલુકાની 59 ગ્રામ્ય વિસ્તારના તલાટીઓ પડતર મંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

અંકલેશ્વર6 દિવસ પહેલા
  • અંકલેશ્વર ટીડીઓને આવેદનપત્ર આપીને રજૂઆતો કરાઈ
  • તલાટીઓ સરકારના હર ઘર તિરંગા કાર્યક્રમમાં ભાગ લઈને પુનઃ હડતાલ પર ઉતરશે

અંકલેશ્વર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી આજરોજ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. તાલુકા પંચાયત ખાતે 59 ગામના તલાટીઓ એક જૂથ એક મત થઈ સમગ્ર કામગીરીથી દૂર રહ્યા હતા. તલાટી મંત્રી મંડળના સમગ્ર ગામના તલાટી હાજર રહીને તાલુકા પંચાયત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી.

તલાટી-મંત્રીઓ અચોકસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા
ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળના લાંબા સમયનાં પડતર પ્રશ્નો સરકાર દ્વારા હલ નહીં કરાતા આજથી ગુજરાત સરકારનાં પંચાયત સેવાના તલાટી મંત્રીઓની ભરૂચ જિલ્લા સહિત રાજયવ્યાપી હડતાલનો પ્રારંભ થયો છે. આ હડતાલના પગલે ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયતોની કામગીરી ખોરંભે ચડી ગઇ છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહા મંડળ દ્વારા વર્ષ 2018થી સતત રજૂઆત કરવા છતાં પણ સરકારનાં વહીવટી તંત્ર પડતર પ્રશ્નોનો ઉકેલ નહિં આવતાં જિલ્લાના 410 તલાટીઓ અચોકસ હડતાલ ઉપર ઉતરી જતાં ગ્રામિણ વિસ્તારનાં લોકોની કામગીરી ખોરંભે ચઢી જતાં પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

અંકલેશ્વર તાલુકા ટીડીઓને આવેદનપત્ર આપ્યું
જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લા પ્રમુખ જ્યોર્જ મેકવાનના આદેશ મુજબ અંકલેશ્વર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી 2જી ઓગષ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. જોકે તલાટીઓ સરકારના હર ઘર તિરંગા પંચાયતમાં માન સન્માન સાથે ફરકાવીને અન્ય કોઈ પણ કામગીરીમાં નહિ કરવા સાથે પુનઃ હડતાલમાં જોડાશે હોવાનું જાણવા મળ્યું છે. આજ રોજ અંકલેશ્વરના પ્રમૂખ શૈલેન્દ્રસિંહ રાજ, ઉપ પ્રમુખ જયગોપલ પંડ્યા, રંજન વસાવા, પ્રદીપસિંહ અટોદરિયા સહિતના આગેવાનોએ અંકલેશ્વર તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી.​​​​​​​

ગુજરાત તલાટી મંત્રી મંડળની પડતર માંગણીઓ
વર્ષ 2004/05 ભરતીના તલાટી કમ મંત્રીની 5 વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા બાબત,સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ -3 ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં તા.1 જાન્યુઆરી 2016 ત્યારબાદ મળવાપાત્ર પ્રથમ,દ્રિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવી, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવા સારુ પરીક્ષા રદ કરવા બાબત, રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમા મર્જ કરવા અથવા જોબચાર્ટ અલગ કરવા બાબત,1.જાન્યુઆરી 2016 બાદ મળવાપાત્ર પ્રથમ /દ્રિતીય પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવા બાબત, પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી કમ મંત્રીને ન સોંપવા અંગેને વધારાનું ખાસ ભથ્થુ આપવાની માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...