સમગ્ર ઘટના CCTVમાં કેદ:અંકલેશ્વરમાં બેંક સામે પાર્ક કરેલી કારનો કાચ તોડી ટાબરિયો બેગની ઉઠાંતરી કરી ફરાર

અંકલેશ્વર22 દિવસ પહેલા

અંકલેશ્વરના કાલુપુર કો.ઓ.બેંક સામે એક ટાબરિયો ગાડીનો કાચ તોડી બેગ ચોરી ગયો હતો. જોકે બેંગમાં કઈ પણ નહીં મળતા 15 મિનિટ બાદ ગાડી નજીક બેગ ફેંકી ફરાર થઇ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. વેપારી બેંકમાં રૂપિયા જમા કરાવવા આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જોકે અંગે સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

કારનો કાચ તોડી ટાબરીયો બેગ ઉઠાવી ગયો
અંકલેશ્વર વાલિયા ચોકડી રોડ પર જીઆઇડીસીમાં રવિ કોમ્લેક્ષમાં કાલુપુર કો.ઓ.બેંક આવેલી છે.જેમાં બપોરના ભુપેન્દ્ર શાહ બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે આવ્યા હતા. તેમણે તેમની કાર બેંકની સામે પાર્ક કરી લોક કરીને આવ્યા હતાં. આ સમયનો લાભ ઉઠાવીને એક ટાબરીયો તેમની કારનો કાચ તોડીને કારમાં મુકેલી બેગની ઉઠાંતરી કરીને ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ ભૂપેન્દ્ર શાહ પોતાનું કામ પતાવીને પરત કાર પાસે આવતા કારનો કાચ તૂટેલો માલુમ પડતા અંદર તપાસ કરતા બેગની ઉઠાંતરી થઈ હોવાનુ જાણવા મળ્યું હતું. ​​​​​​​

ટાબરીયો પુનઃ બેગ કાર પાસે ફેકીને જતો રહ્યો
​​​​​​​
જે અંગે તેવોએ આસપાસમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેમની બેગ ક્યાં નજરે પડી ન હતી. ત્યાર બાદ તેમણે બેન્કના બહાર લાગેલા સીસીટીવી ચેક કરતા એક ટાબરિયો કાચ તોડી અંદરથી બેગ ચોરી કરી લઇ રોડ ક્રોસ કરી ભાગતા જોવા મળ્યો હતો. ત્યાર બાદ કાર નજીક 10થી 15 મીટરના અંતર પરથી તેમને તેમની લેધર બેગ મળી આવી હતી. બેંગમાં બેંક લગતા અગત્યના દસ્તાવેજો હોય રૂપિયા નહીં મળવાના કારણે ટાબરીયો બેગ કાર નજીક ફેંકી જતો રહ્યો હતો. જોકે આ સમગ્ર ઘટનામાં પોલીસ. ફરિયાદ નોંધાવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...