તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:અંકલેશ્વરમાં હાઉસિંગ બોર્ડમાં ઓચિંતું ભાઈનું મોત થતા શંકા

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 મિનિટ પૂર્વે પોતાના ભાઈ સાથે વાત કરી હતી
  • ભાઈને ભાઈના મોતની શંકા કરતા પીએમ કરાવ્યું

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અચાનક ભાઈનું મોત થતા ભાઈ એ શંકા કરી હતી. અર્ધા કલાક પહેલા વાપી ખાતે રહેતા ભાઈ જોડે વાત કરનાર ભાઈનું મોત નીપજ્યું હતું. ભાઈ દ્વારા પોતાના ભાઈ ના મોત પાછળ શંકા વ્યક્ત કરતા પી.એમ કરાવ્યું હતું. શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વર સુરતી ભાગોળ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા મુન્ના શાહ નામના ઈસમનું ગત રોજ અચાનક મોત નીપજ્યું હતું. મૂળ પર પ્રાંતીય ઈસમ નો ભાઈ વાપી ખાતે રહેતા હોઈ તેને સ્થાનિક પરિજનો જાણ કરતા તે અંકલેશ્વર દોડી આવ્યો હતો અને અંકલેશ્વર આવ્યા બાદ તેને જણાવ્યું હતું કે અર્ધા કલાક પહેલા જ મારી ભાઈ મુન્ના જોડે વાત થઈ હતી.

તેનું મોત કુદરતી ના હોવાનું લાગતા તેને શહેર પોલીસ નો સંપર્ક કર્યો હતો અને પોતાના ભાઈ ના મૃત્યુ બાબતે આશંકા વ્યક્ત કરતા પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો. તેમજ તેનું પેનલ પી.એમ કરાવી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...