તપાસ:ખાંસીની સિરપ પીધા બાદ યુવકનું શંકાસ્પદ મોત

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંક્લેશ્વરના સંજાલી ગામે બનેલો બનાવ

સંજાલી ગામે ખાંસી દવા પીધા બાદ યુવાન શંકાસ્પદ મોત નીપજ્યું હતું. 25 વર્ષીય યુવાન ખાંસી ની દવા પીધા બાદ સુઈ ગયો હતો. પરિજનો ઉઠાડતા ના ઉઠતા જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બનાવની વિગતો અનુસાર સંજાલી ના શકાતા ચોકડી ખાતે રહેતા 25 વર્ષીય છોટુ કુમાર મંડલ ગત રોજ ખાંસી ની દવા પી સુઈ ગયો હતો. જે બાદ તે મોડે સુધી ના ઉઠતા પરિજનો તેને ઉઠાવવાની કોશિશ કરી હતી છતાં ના ઉઠી રહેતા તેને ત્વરિત અસર થી અંકલેશ્વર ની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે ને તેને મૃત જાહેર કર્યો હતો.

યુવાન ક્યાં કરનાર મોત થયું તે અંગે સવાલ ઉભો થતા આ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. મૃતક ના સ્વજન સંતોષકુમાર ચંદ્ર દેવ મંડલ એ તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી પી.એમ અર્થે મૃતદેહ ને સરકારી દવાખાના ખાતે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...