અંકલેશ્વર તાલુકામાં બે મહિના પૂર્વે ચકચાર જગાવનાર ઉમરવાડા ગામના જાગૃત તેમજ આરટીઆઇ એક્ટિવિસ્ટ યુવાન છેલ્લા અચાનક ગાયબ થઈ જતાં પરિવાર ચિંતિત બન્યો હતો. આ પ્રકરણમાં પરિવારજનોએ તાલુકા પોલીસ મથક અને જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી દરમ્યાન ગુમ આરટીઆઇ એક્ટિવિસ્ટ યુવાન તાલુકા પોલીસ મથકે હાજર થતા પ્રકરણનો અંત આવ્યો હતો. જોકે, યુવાને પોતાને જોખમ હોવાનું કહ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના આરટીઆઇ એક્ટિવિસ્ટ ઝુનેદ પાંચભાયા છેલ્લા 2 મહિના થી ગુમ થયા હતા જે બાબતે અંકલેશ્વર તાલુકા અને જીઆઇડીસી પોલીસ મથક માં ફરિયાદ નોંધવા પામી હતી અને પોલીસે શોધખોળ આરંભી હતી દરમ્યાન ઝુનેદ અચાનક તાલુકા પોલીસ મથકે હાજર થઇ જતા તમામ અટકળોનો અંત આવી જવા પામ્યો હતો.
તેઓ એ જણાવ્યું હતું કે મારા જાનને ખતરો છે આવનારા દિવસોમાં મારી પર હુમલો થઈ શકે છે તે અંગે અંગે નિવેદન પણ આપ્યું હતું મારી સાથે જબરજસ્તી પૂર્વક દબાણથી સમાધાન કરવામાં આવ્યું હતું આ અંગે જીઆઈડીસી પોલીસ તેમજ તાલુકા પોલીસે જવાબો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.