તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:નર્મદા મૈયા બ્રિજ પરથી યુવતીનો આપઘાત

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાશ્કરોએ 3 દિવસ સુધી શોધખોળ કરતાં તવરાથી મૃતદેહ મળ્યો

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રીજ પરથી મોતની છલાંગ લગાવનાર યુવતીનો મૃતદેહ નવા તવરા પાસેથી નદીમાંથી મળી આવ્યો હતો. ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદામૈયા બ્રીજ પરથી ઝાડેશ્વરના તુલસીધામ વિસ્તારની સોસાયટીમાં રહેતી મીસરી રાણાએ બહેનને મેસેજ કરી બ્રીજ પરથી રાત્રીના સમયે મોતની છલાંગ મારી હતી.

તેની આસપાસના લોકોને જાણ થતા તેમણે ફાયર ફાઈટરને જાણ કરી હતી. મોડી રાત્રે અંધારાના કારણે યુવતી નો કોઈ પત્તો લાગ્યો ન હતો. જે બાદ ભરૂચ નગરપાલિકા તથા અંકલેશ્વર ફાયરબ્રિગેડ દ્વારા યુવતીને નર્મદા નદીના વહેણમાં શોધખોળ કરવામાં આવી હતી.પણ શનિવાર સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. તેનો મૃતદેહ ત્રીજા દિવસે નવા તવરા પાસેથી નદી કિનારેથી મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...