આત્મહત્યા:વાસુદેવ કેમિકલ્સ કંપનીના સ્ટોર રૂમમાં એક કામદારનો આપઘાત

અંકલેશ્વર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • UPનો યુવાન અંકલેશ્વરમાં રોજગારી માટે આવ્યો હતો
  • જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરની વાસુદેવ કેમિકલ્સ કંપની સ્ટોર રૂમમાં એક કામદારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ વાસુદેવ કંપની માં રહેતા 27 વર્ષીય કામદારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી માં વાસુદેવ કેમિકલ કંપની માં રહી કંપનીમાં ફરજ બજાવતા મૂળ ઉત્તર પ્રદેશના 27 વર્ષીય મહેન્દ્ર લલ્લુ પ્રજાપતિ એ કંપની ના સ્ટોર રૂમમાં સીલિંગ ફેન સાથે પ્લાસ્ટિક ની લેવલ વડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ ઘટના ની જાણ કંપની ના સંચાલકો ને થતા તેઓ દોડી આવ્યા હતા અને બનાવ ની જાણ જીઆઇડીસી પોલીસને કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને મહેન્દ્ર પ્રજાપતિ ના મૃતદેહ ને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...