આપઘાત:અંબિકા રેસિડેન્સી અને નિરાંત નગરમાં 2 યુવાનોનો આપઘાત

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના નિરાંત નગરમાં 46 વર્ષીય શખ્સે ગળે ફાસો ખાધો
  • અંબિકા રેસિડેન્સીમાં 22 વર્ષિય યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

અંકલેશ્વર ના બોરભાઠા ગામ પાસે નિરાંત નગર માં 46 વર્ષીય શખ્સે કોઈક અગમ્ય કારણોસર સીલિંગ ફેન સાથે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ના બોરભાઠા ગામ નજીક આવેલ નિરાંત નગર માં રહેતા 46 વર્ષીય રાજેશ જીભાઈ પરમારે કોઈક અગમ્ય કારણોસર પોતાના મકાનમાં છત ના પંખા સાથે ઓઢણી વડે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.પરિવારજનો એ આ અંગે ની જાણ શહેર પોલીસ ને કરતા પોલીસ કાફલો આવી પહોંચી રાજેશ પરમાર ના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વર ની ડિસ્પેન્સરી ખાતે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તો બીજા બનાવમાં અંકલેશ્વર રાજપીપલા રોડ પર અંબિકા રેસીડેન્સીમાં ૨૨ વર્ષિય યુવકે મકાનની અગાસીની લોખંડની સીડી ઉપર અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર રાજપીપલા રોડ પર આવેલ અંબિકા રેસીડેન્સીમાં રહેતા ૨૨ વર્ષીય આકાશ ચૌકશે એ ગત તા 4 મે ના રોજ રાત્રી ના અરસામાં કોઈક અગમ્ય કારણોસર પોતાના મકાનની અગાસીની લોખંડની સીડી ઉપર કાપડ વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગેની જાણ પરિવારજનો એ શહેર પોલીસ મથક માં કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક આકાશ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર નગરપાલિકા ની ડિસ્પેન્સરી ખાતે ખસેડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...