હાંસોટ પંથકમાં અનેક ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે અનેક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે અમી છાંટણા થયા હતા. હાંસોટના ઇલાવ, સાહોલ, સુણેવકલ્લા સહીત અનેક ગામમાં વરસાદ પડતા ધરતીનો તાત ચિંતામાં મુકાઈ ગયો હતો. કમોસમી વરસાદને લઇ શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
અનેક ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મૈંડુસની શક્યતાને પગલે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવ્યો છે. દિવસે બફારો અને રાત્રીના ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વાતાવરણ વચ્ચે આજરોજ હાંસોટ પંથકમાં અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને અનેક ગામમાં કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી. જ્યારે હાંસોટથી સુરત તરફ જતા દરિયાઈ પટ્ટી પર આવેલા ઇલાવ, સાહોલ અને સુણેવકલ્લા સહીતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જ્યો હતો. અચાનક કમોસમી વરસાદને લઇ અનેક ખેડૂતોના કપાળે ચિંતાની લકીર ખેંચાઈ ગઈ હતી. શિયાળુ પાક એવા ડાંગર, કપાસ અને શાકભાજી સહિતના પાકોને નુકશાન પહોંચવાની ભીતિ ઊભી થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.