તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિદાન:જવલ્લેજ જોવા મળતા GBS રોગની સફળતાપૂર્વક સારવાર

અંકલેશ્વર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં દર્દીની સારવાર કરાઈ

અંકલેશ્વરના રહેવાસી પ્રભાતભાઈ તડવી, ઉંમર ૩૯ વર્ષને અચાનક જ પગ અને કમરના નીચેના ભાગમાં દુખાવાની અને ઝણઝણાટીની તકલીફ ચાલુ થઇ હતી, ત્યારબાદ તેમણે ઘણા બધા ડોક્ટર્સની સલાહ અને સારવાર લીધી, તો પણ કોઈ રાહત ના મળતા તેઓ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ માં ઘણી આશાઓ સાથે આવ્યા હતા, જ્યાં ડૉ. સૌરભ દશેડા એ (ફુલટાઇમ ફિઝિશિયન અને ઇન્ટેસિવિસ્ટ) GBS (ગિલેઇન-બૈરી સિન્ડ્રોમ) ની બિમારીનું નિદાન કર્યું તથા ડૉ. ગૌરાંગ ઘીવાલા (વિઝિટિંગ ન્યુરોફિઝિશિયન) દ્વારા ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબ્યુલિનના માધ્યમથી દર્દીને સપોર્ટ સાથે ચાલતો કર્યો અને ૫ દિવસની સારવારબાદ દર્દી જાતેજ ચાલતો અને હરતો ફરતો થઇ હોસ્પિટલ માંથી રજા લીધી હતી.

દર ૧ લાખની વસ્તીમાં GBS દર વર્ષે લગભગ એક કે બે લોકોને અસર કરે છે. GBS માં સ્નાયુઓ તીવ્ર ગતિથી નબળા પડે છે, જેમાં વ્યક્તિમાં ચેપ સામે લડવાની સિસ્ટમ નબળી પડે છે જેની અસર ચેતાતંતુઓ પર પડે છે. બેક્ટેરિયલ અથવા વાયરસના ચેપથી વ્યક્તિ GBS નો શિકાર બને છે. આ સમસ્યાનો ઈલાજ શક્ય છે, થોડા અઠવાડિયા બાદ યોગ્ય સારવાર લઈ દર્દી સાજો થઈ શકે છે. થોડા સમય બાદ સ્નાયુમાં નબળાઈ રહેતી નથી. જો સમયસર બીમારીનું નિદાન થાય તો આ સમસ્યામાંથી દર્દીને બચાવી લેવો શક્ય છે. ઉલ્લેખનીય છે કે આ બીમારીની સારવાર ઘણી ખર્ચાળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો