સફળ સર્જરી:મગજની અત્યંત જટિલ એન્યુરિઝમ કોઇલિંગની અંકલેશ્વરમાં સફળ સર્જરી

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગજની નસમાં કોયલ ફીટ કરી રક્તસ્ત્રાવ બંધ કરી સર્જરી કરી
  • આ પ્રકારની સર્જરી માટે હવે દર્દીને મોટા શહેરો સુધી જવાની જરૂર નહિં

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે અત્યંત જટિલ મગજની એન્યુરિઝમ કોઇ લિંગની સફળ સર્જરી કરાઈ હતી. માનવી મગજની નસની અંદર એન્યુરિઝમ વાળા ભાગમાં કોઇલ ફીટ કરી રક્તસ્ત્રાવ બંધ કરી બ્રેન હેમરેજ થતાં અટકાવ્યું હતું.

ભરૂચના વતની 45 વર્ષની મહિલાને મગજની નસ ફાટી જવાના કારણે (એન્યુરિઝમ રપ્ચર) બેભાન અવસ્થામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીનું ચીરા વગરનું ઓપરેશન કે જેમાં મગજની નસ ની અંદર એન્યુરિઝમ (નસ ના સોજા) વાળા ભાગમાં કોઇલ ફીટ કરી રક્તસ્ત્રાવ (બ્લીડીંગ) બંધ કરી, હેમરેજને અટકાવાયું અને દર્દીને નવું જીવન આપવામાં આવ્યું. આ પ્રકારની જટિલ અને જવલ્લેજ થતી સર્જરી હોસ્પિટલના ફુલ ટાઇમ ન્યુરોસર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલ (MS , MCH Neurosurgery, DNB, SCTIMST Alumni) અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...